ડાંગ જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિયંત્રણ ધારો-૨૦૦૩ હેઠળ ચેંકીગ કરતા પકડાયેલા ૨૮ દુકાનદારોને રૂ.૫૬૦૦ નો દંડ

 ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તેમજ પોલીસ વિભાગ દ્વારા ગત તા. ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ આહવા ખાતે  રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ ધારો-૨૦૦૩ (COTPA-2003) અંતર્ગત, ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા ૨૮ દુકાનોમા ચેંકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. 
સરદાર ન્યૂઝ:-ચીરાગ પંચાલ-ડાંગ
જિલ્લા પંચાયત આરોગ્ય  શાખાના (NTCPSW) રસીલા સી.ચૌધરી, શ્રી એ. એચ. પટેલ (પોલીસ સબ ઇન્સ્પેકટર, આહવા), શ્રી અરવિંદભાઇ દેશમુખ (ASI), શ્રી ઇદ્રીસભાઇ મકરાણી (ASI), તેમજ હોમગાર્ડ ટીમ સાથે મળીને કુલ-૨૮ જેટલી દુકાનો પર ₹ ૫૬૦૦ નો દંડ કરાયો હતો. 

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રીના જણાવ્યાનુસાર, આરોગ્ય શાખાએ કુલ-૨૨ કેસ, અને ₹ ૪૪૦૦ નો દંડ, જયારે પોલીસ વિભાગે પણ ૬ કેસ અને ₹ ૧૨૦૦ નો દંડ ફટકાર્યો હતો. 

આ તપાસ ઝુંબેશ દરમિયાન દુકાનદારોની દુકાનોમાંથી તમાકુ, વિમલ, ગુટખા, માવો, સિગારેટ જેવી અન્ય બનાવટો મળી આવી હતી. ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો, ૧૮ મી મે, ૨૦૦૩ ના રોજ પસાર કર્યો, અને ૧ લી મે, ૨૦૦૪ થી તે અમલમા આવ્યો છે.

સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (જાહેરાત પર પ્રતિબંધ, વેપાર અને હેરફેર  પર નિયંત્રણ, ઉત્પાદન, પુરવઠો કે વેચાણ) એક્ટ-૨૦૦૩ COTPA-2003  થી  ઓળખાય છે. COTPA-2003 ના ભંગ બદલ થતો દંડ/સજા કલમ-૪ જાહેર સ્થળે ધુમ્રપાન, વેચાણ કરવા અંગે પ્રતિબંધ, (૧) વ્યક્તિગત અપરાધી રૂ.૨૦૦ સુધીનો દંડ, (૨) માલિક, વ્યવસ્થાપક અથવા અધિકૃત અમલદાર: જાહેર સ્થળે થયેલા અપરાધોની સંખ્યાની સમકક્ષ દંડ કલમ-૫ મા સિગારેટ, અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ ૧) ૧લો ગુનો: ૨ વર્ષની જેલની સજા/રૂ.૧૦૦૦ નો દં, (૨) ૨જો ગુનો: ૫ વર્ષની જેલની સજા રૂ.૫૦૦૦ નો દંડ કલમ-૬ મા (અ) સગીર વયની વ્યક્તિને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામા વેચાણ કરવા પર પ્રતિબંધ, રૂ.૨૦૦ નો દંડ જે અંગે દુકાનદારોને ખાસ સુચના આપવામા આવેલ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...