ડાંગના મતદારોને વધુમા વધુ મતદાન કરવાની જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અપીલ
ડાંગના મતદારોને વધુમા વધુ મતદાન કરવાની જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અપીલ
૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગના મતદારોને, જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ વધુમા વધુ મતદાન કરી, આંગણે આવેલા લોકશાહીના આ મહાપર્વના *અવસર* ને વધાવવાનો અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા ૩૩૫ મતદાન મથકો ઉપર ૯૬ હજાર ૩૮૭ સ્ત્રી મતદારો, ૯૬ હજાર ૯૦૯ પુરુષ મતદારો, અને બે (૨) અન્ય (થર્ડ જેન્ડર) મતદારો મળી કુલ ૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદારો ચૂંટણી તંત્રના ચોપડે નોંધાયેલા છે.
જિલ્લામા આ અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો જ્યારથી ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભાની અલગ બેઠક અસ્તિત્વમા આવી ત્યારથી (અગાઉ આ બેઠક ૧૭૭-ડાંગ/વાંસદા (S.T.) બેઠક તરીકે ઓળખાતી હતી) એટલે કે સને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમા અહીં કુલ ૬૯.૭૪ ટકા, સને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમા ૭૩.૮૧ ટકા, અને સને ૨૦૨૦ની વિધાનસભાની પેટા ચૂંટણીમા ૭૫.૦૧ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.
મતદારોની વાત કરીએ તો અહીં સને ૨૦૧૨મા આ બેઠક માટે કુલ ૧ લાખ ૪૪ હજાર ૪૦૦ મતદારો, સને ૨૦૧૭મા ૧ લાખ ૬૬ હજાર ૪૪૩ મતદારો, સને ૨૦૨૦મા ૧ લાખ ૭૮ હજાર ૨૨૦ મતદારો, અને આ વખતે સને ૨૦૨૨ની ચૂંટણી માટે કુલ ૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદારો નોંધાયા છે.
Comments
Post a Comment