ડાંગ જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલિંગ ટિમ અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો ઉઓર જવા રવાના

ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક ૧૭૩- ડાંગ (S.T.) માટે પ્રથમ ચરણમા આજે યોજાશે મતદાન 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદાતાઓ ૩૩૫ મતદાન મથકો ઉપર મતદાન કરશે 

જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલિંગ ટિમ અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો ઉઓર જવા રવાના 

 ૧૫મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે એટલે કે તા.૧લી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ ચરણના મતદાન સાથે, ૧૭૩- ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારની પણ ચૂંટણી યોજનાર છે. ત્યારે ડાંગ જિલ્લાના સમગ્રતયા ચૂંટણીલક્ષી ચિત્ર ઉપર એક નજર કરી લઈએ. 
ગુજરાતના છેવાડે મહારાષ્ટ્ર રાજયને અડીને આવેલા ખૂબસૂરત ડાંગ જિલ્લામા આજે એટલે કે તા. ૧લી ડીસેમ્બરે જિલ્લાના કુલ ૯૬ હજાર ૩૮૭ સ્ત્રી, અને ૯૬ હજાર ૯૦૯ પુરૂષ મતદારો સાથે બે થર્ડ જેન્ડર મતદાતાઓ મળી કુલ ૧ લાખ ૯૩ હજાર ૨૯૮ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 

સવારે ૭ થી ૫ વાગ્યા દરમિયાન યોજાનાર મતદાન માટે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચૂંટણી તંત્રે કુલ-૩૩૫ મતદાન મથકો ઊભા કર્યા છે. ઉલ્લેખનિય છે કે ગત વિધાનસભાથી સામાન્ય ચૂંટણી-૨૦૧૭ મા જિલ્લામા ૩૨૮ મતદાન મથકો હતા. જેમા આ વખતે ૨.૧૩ ટકાનો વધારો થવા પામ્યો છે. 

દરમિયાન આ વખતે મતદારોની ઉપર્યુક્ત સંખ્યામા ૪૧ સેવા મતદારો, અને ૮૬૮૦ નવા યુવા મતદારોનો પણ સમાવેશ થયો છે. તો આ મતદારો પૈકી ૧૧૫૮ દિવ્યાંગ મતદારો, અને ૧૭૫૭ (૮૦+) વરીષ્ઠ મતદારો પણ અલગ તારવવામા આવ્યા છે. 

જિલ્લાના કુલ ૩૧૧ ગામોમા ૩૨૨ સ્થળોએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ ઊભા કરાયેલા ૩૩૫ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકો ઉપરથી લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામા આવનાર છે. 

ચૂંટણી પંચ દ્વારા મળેલી માર્ગદર્શક સૂચનાઓ મુજબ આ વખતે જિલ્લામા સાત જેટલા 'સખી મતદાન મથકો' સહિત એક PwD મતદાન મથક, એક મોડલ મતદાન મથક, એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, એક યુવા મતદાન મથક પણ કાર્યરત કરાયા છે. જ્યા વિશેષ લક્ષ સાથે થીમ આધારીત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામા આવી છે. 

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનુ વ્યવસ્થિત સંચાલન કરી શકાય તે માટે આહવાની કોલેજ ખાતે ડીસ્પેચ અને રીસિવિંગ સેન્ટર ઊભુ કરાયુ છે. જ્યાંથી જુદા જુદા મતદાન મથકો ઉપર પોલીંગ માટેની ટીમ રવાના કરવામા આવી છે. 

આજના આ મતદાન માટે ૨૫ નોડલ ઓફિસરો સહિત ૭૦ ઝોનલ/સેક્ટર ઓફિસરો, ૩૩૫ પ્રિસાઈડીંગ ઓફિસરો, ૩૩૫ ફર્સ્ટ પોલિંગ અને ૩૩૫ સેકન્ડ પોલિંગ ઓફિસરો, ૩૦ થર્ડ પોલિંગ ઓફિસરો, ૩૩૫ મહિલા પોલિંગ ઓફિસરો, ૩૩૫ પ્યૂન, ૮૪ રીઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, સો જેટલા અન્ય રીઝર્વ કર્મચારીઓ, ૧૮ માસ્ટર ટ્રેનર્સ, ૨૫ માઈક્રો ઓબ્ઝર્વરો, ૭ ડેટા એન્ટ્રી ઓપરેટરો, બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો, ૪ જેટલી CRPFની કંપનીના જવાનો સમગ્ર મતદાનની પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમા પાર પડે તે સુનિશ્ચિત કરશે. ચૂંટણી કામગીરી માટે અંદાજીત ૪૦૦ થી વધુ નાના મોટા વાહનો પણ ઉપયોગમા લેવાશે. 

જેમને, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સહિત જનરલ ઓબ્ઝર્વર શ્રી તન્મય ચક્રવર્તિ, ખર્ચ માટેના ઓબ્ઝર્વર શ્રી અતુલકુમાર પાંડે, પોલીસ ઓબ્ઝર્વર શ્રી ગિરિજા શંકર જયસ્વાલ, જિલ્લાના ખર્ચ નોડલ ઓફિસર શ્રી ડો. વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, અને ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ ભરવાડ તથા તેમની સમગ્ર ટીમ, માર્ગદર્શિત કરી રહી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...