ચીંચલીના ગ્રામજનોને મતદાન પ્રત્યે જાગૃત કરતા આદર્શ માધ્યમિક શાળાના બાળકો

અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- 2022 

ચીંચલીના ગ્રામજનોને મતદાન પ્રત્યે જાગૃત કરતા આદર્શ માધ્યમિક શાળાના બાળકો 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ગામમા પદયાત્રા યોજી મતદાન અંગે વિધ્યાર્થીઓ દ્વારા જન જાગૃત્તિ કેળવાઈ 

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022ને અનુલક્ષીને સમગ્ર રાજ્યમા લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામા આવી રહી છે. 

ડાંગ જિલ્લામા પણ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ, અને સ્વીપ એક્ટીવિટીના નોડલ અધિકારીશ્રી દ્વારા સ્વીપ એક્શન પ્લાન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે મુજબ આહવા તાલુકાની ચિંચલી આદર્શ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ગામમા મતદાન અંગે જાગૃતી રેલી કાઠી, વાલીઓ અને ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. 

લોકશાહિના પર્વ સાથે નવા ભારતના નિર્માણ અને શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાચા અર્થમા સાકાર કરવા મતદાન પ્રક્રિયામા ભાગ લેવા માટે વિધ્યાર્થીઓ થકી ગ્રામજનોને જાગૃત કરાયા હતા. શાળાના આચાર્ય શ્રી પટેલ ભગેશભાઇ દ્વારા વિધ્યાર્થીઓને મતદાનના મહત્વ વિશે સમજણ આપી હતી. 

આદર્શ માધ્યમિક શાળા ચિંચલી ના બાળકો દ્વારા મતદાન જાગૃતિ સંકલ્પ કરી મતદાન જાગૃતિ રેલી યોજવામા આવી હતી. આ રેલીમા શાળાના શિક્ષકો શ્રીમતી સુધાબેન પટેલ, શ્રીમતી કામીનીબેન ચૌધરી, શ્રી કેતન પટેલ તેમજ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે શાળા પરિવાર દ્વારા બાળકોને મતદાન અંગે જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેથી બાળકો પણ પોતાના વાલીઓને મતાધિકારનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરી, એક નાગરિક તરીકેની ફરજ બજાવી શકે. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...