ગુજરાત છે મક્કમ, ભાજપ છે અડીખમ’ સુત્ર સાથે વઘઇ રાજેન્દ્રપુર ખાતે ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર કર્યો.
રાજેન્દ્રપુર ખાતે 173 ડાંગ વિધાન સભાના ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલના પ્રચાર માટે યુવાનો, વડીલો મોટી સંખ્યામાં જોડાયા
રાજેન્દ્રપુરમાં એક જ ચાલે.... ભાજપ જ ચાલેના.... નારા ગુંજયા
ડાંગ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ભાજપે વઘઇના દરેક શક્તિકેન્દ્ર ઉપર પ્રચાર પ્રસાર જોર શોરથી શરૂ કર્યો છે ત્યારે વઘઇના રાજેન્દ્રપુર શક્તિ કેન્દ્ર ૧ માં સમાવિષ્ટ બુથ નંબર 201 માં ડાંગ ૧૭૩ વિધાનસભાના ઉમેદવાર વિજયભાઈ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે રાજેન્દ્રપુરના આ પ્રચારમાં શક્તિકેન્દ્ર 1ના સંયોજક રિતેશભાઈ પટેલ,રાજેશભાઈ ચૌધરી,કનુભાઈ ગાવીત, ગણેશભાઈ કામડી, કાર્તિક પટેલ, પાર્થેસ કાંજીયા, કમલેશ ટેલર, મનીષ પટેલ, જીજ્ઞેશ પટેલ, હિતાર્થ પટેલ, હર્ષલ ચવધરી, શૈલેષ પટેલ, હાર્દિક ચૌધરી, અમિત ચૌધરી,બાબુરાવ ભાઈ, બચુભાઈ, ગણપત ભાઈ, ઉમેશ (ડુમુક) ભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ પ્રચારમાં જોડાયા હતા. રાજેન્દ્રપુર ના યુવાનો,વડિલો ,બહેનોએ ડાંગ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને સાથ આપવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ભાજપને આ વખતે ફરી વિજયી બનાવવા માટે લોકોએ નિર્ધાર કર્યો છે
Comments
Post a Comment