કામરેજ તાલુકાના નવાગામ ખાતે પરમાણું ઊર્જા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો....
ભારત ઊર્જા આત્મનિર્ભરતા માટે બે વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકવા માટે સજ્જ : પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલ.. સરદાર ન્યૂઝ:-કામરેજ કામરેજ તાલુકાના નવાગામ સ્થિત દાદા ભગવાન મંદિરના સભાગૃહમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પરમાણું ઊર્જા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતની પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે નેશનલ હેલ્થ મિશનના ANM અને સરપંચશ્રીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી પરમાણું ઊર્જાનું આગવું મહત્વ સમજાવ્યું હતું..... ડો.નિલમ ગોયલે જણાવ્યું હતું કે ભારતે સફળતાપૂર્વક "નવ નવરત્નો સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજના" અને "દરેક જિલ્લામાં સ્માર્ટ મોડ્યુલર પ્લાન્ટ્સની સ્થાપના"ના બે નવા આયામો સર કર્યા છે. જેમાં ભારતના દરેક ગામ-શહેરની પાણી અને ઊર્જામાં આત્મનિર્ભરતા અને રોજગારી માટે અસરકારક અમલીકરણ મુખ્ય છે. જેના થકી વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતના ગ્રામીણ પરિવારોની વાર્ષિક સરેરાશ આવક રૂ. ૯ થી ૧૫ લાખની વચ્ચે પહોંચવા અને ૨૦૩૦ સુધીમાં ભારત એશિયા ખંડમાં ટોચના સ્તરે પહોંચવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. વધુમાં ડો.નિલમ ગોયલે કહ્યું કે, દરેક જિલ્લામાં સ્માર્ટ મોડ્યુલર પ્...