પાંડેસરાની યુવતીના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કરાયા પ્રેમ સંબંધ તોડી નાખવતા યુવકે કહ્યું હતું આકૃતિ....
યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના મેસેજ કર્યા...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સાયબર ક્રાઈમ પોલીસે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી હોમગાર્ડ એવા યુવકની પોલીસે કરી ધરપકડ...
પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને ઈન્સ્ટગ્રામ ઉપર અલગ અલગ ફેક આઈડી બનાવી તેના પ્રોફાઈલ પીક્ચરમાં તેમજ સ્ટોરીમાં બિભત્સ ફોટોગ્રાફ પોસ્ટ કરવાની સાથે યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના મેસેજ કરવામાં આવ્યા હતા જોકે આ યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી જોકે પકડાયેલો યુવક સુરત પોલીસમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને યુવતી સાથે પ્રેમ સંબંધ હતા યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા તેને આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને કરી હતી કબૂલાત
સુરત ના પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતી અને અલથાણમાં આવેલ મોલમાં નોકરી કરતા ૨૨ વર્ષીય યુવતી સોશ્યલ મીડીયા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ગત તા ૧૪ ફેબુઆરીના રોજ રાનીïયાદો ૪૭ નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી બિભત્સ મેસેજ કર્યા હતા તથા મેસેજ કરી મળવા માટે બોલાવી નંબરની માંગણી કરી હતી જેથી સંગીતાઍ તેની આઈ.ડી ચેક કરતા પ્રોફાઈલ પીકચરમાં તેમજ સ્ટોરીમાં
ફોટોગ્રાફ મુક્યા હતા તેમજ સ્ટોરીમાં બીજા અન્ય ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યા હતા. કોઈ અજાણ્યો બદનામ કરતો હોવાથી સંગીતાઍ તેની આઈ.ડી બંધ કરી નવી આઈ.ડી બનાવી હતી. તેના ઉપર ગત તા ૯મી માર્ચના રોજ મધુ યાદવ ૨૭૨૫ નામની આઈ.ડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીક્વેસ્ટ સ્વીકાર્યા બાદ આઈ.ડી ચેક કરતા તેનાપ્રોફાઈલ પીકચરમાં, તેમજ સ્ટોરીમાં અન્ય ફોટોગ્રાફ મુક્યા હતા. બિભત્સ ફોટો પણ પોસ્ટ કર્યા હતા. સંગીતા્ઍ મેસેજ કરી આ બધુ શુ કામ કરે છે મને શુ કામ હેરાન કરે છે બાદ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. મધુયાદવ ૨૭૨૫ પરથી સંગીતાના ભાઈને તેની ઈસ્ટાગ્રામ આઈડી પર ચારિત્ર્ય બાબતે મેસેજ કરી ે જાનથી મારી નાંખવાની ધમકી અપી હતી.અને છેલ્લે ૧૯મી માર્ચના રોજ રાત્રે મેસેજ કર્યા બાદ આઈ,ડી બંધ કરી દીધી હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે યુવતી ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધઙ્ખી છે. જોકે પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ બમરોલી વિસ્તારમાં રહેતા વિકાસ સરોજ નામના એક યુવક મંડળ ની સામે આવી હતી.પોલીસે યુવકને તાત્કાલિક ઝડપી પાડી તેની પુછપરછ શરૂ કરતાં જ પોલીસને સમય માટે ચોંકી ઉઠી હતી સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને આ યુવતી સાથે સંકળાયેલું હતું યુવતી સાથે પ્રેમસંબંધ હતો પણ યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા તે વાતનો ગુસ્સો આવતાં યુવક દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પોલીસ સામે યુવકે કબૂલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Comments
Post a Comment