સુરત મહાનગર અને જિલ્લાનો સયુંકત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો અભ્યાસ વર્ગ કામરેજ ખાતે યોજાયો....
રાષ્ટ્ર કે હિત મે શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક, શિક્ષક કે હિત મે સમાજ -જેવા શુભ વિચાર સંકલ્પ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોનાં ઘડતરની પ્રક્રિયા થાય અને રાષ્ટ્ર જાગરણની દિશામાં કાર્ય કરે તે ઉદ્દેશ્યથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભ્યાસ વર્ગોનું આયોજન થઈ રહ્યું છે...
સરદાર ન્યૂઝ:-કામરેજ
જેના ભાગરૂપે સુરતમાં આ અભ્યાસ વર્ગ કામરેજના દાદા ભગવાન મંદિરના પવિત્ર તિર્થસ્થાનમાં રાખવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, સુરત દ્વારા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષકોનો આ અભ્યાસવર્ગ સવારથી લઈ સાંજ સુધી વિવિધ વિષયો સાથે પૂર્ણ થયો હતો, જેમાં 112 જેટલા શૈક્ષીક મહાસંઘના વિવિધ જવાબદારી ધરાવતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં, અભ્યાસવર્ગમાં શિક્ષકો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી પોતાના ક્ષેત્રમાં કાર્ય કરી શકે, જેના ઘડતરની પ્રક્રિયાના અનુસંધાને કેમ કામ કરી શકાય જે અંગે આ વર્ગમાં અલગ-અલગ વિષયો સાથે પરિપૂર્ણ જ્ઞાનનું ભાથું બૌદ્ધિક સ્તરનાં નિષ્ણાંત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર, ઘલુડીના સંતશ્રી સ્વામી અક્ષયપ્રસાદદાસજીના હસ્તે કરવામાં આવ્યુ હતુ, સાથે જ તેઓએ આશિર્વચન આપતા જણાવ્યું હતુ કે શિક્ષક અંધકારરૂપી જીવનને અંજવાળું કરે છે. માણસ બનાવવાની ફેક્ટરી એટલે સ્કૂલ.
વર્તમાન સમયમાં શિક્ષણ જગતની કામગીરી વ્યાપાર તરીકે જોવાય છે, જે અંગે ચિંતા વ્યક્ત કરી અને રાષ્ટ્ર સ્તર ઉપર શિક્ષકો સક્રિય થઈ કાર્યમાં સફળતા મેળવે જે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા...
Comments
Post a Comment