માંડવી તાલુકાની પુના મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો...

'એક ભારત શ્રેષ્ઠ ભારત' કાર્યક્રમ સમગ્ર દેશમાં યોજાઈ રહ્યો છે. જેના ઉમદા હેતુ બાળકો દેશનાં જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સામાજીક, સાહિત્યિક વગેરે જેવી ભિન્નતા અંગે જ્ઞાન પ્રાપ્ત કરે અને એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે એ હેતુથી એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે. માંડવી તાલુકાની પુના મુખ્ય પ્રાથમિક શાળા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ....

સરદાર ન્યૂઝ:-માંડવી
જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા રાસગરબા અને છત્તીસગઢની સંસ્કૃતિને ઉજાગર કરતુ કરમા નૃત્ય કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી સંસ્કૃતિની સાથે સાથે છત્તીસગઢ રાજ્યની પરંપરા, લોકજીવન અને ત્યાંની સંસ્કૃતિ વિશે શિક્ષકો દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. 
કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. 
સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
શાળાના આચાર્ય શ્રીમતિ ઉષાબેન ચૌધરી અને શિક્ષકોએ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અન્ય રાજ્યોની સંસ્કૃતિ વિશે જાણવા અને આદર કરવા જરુરી માર્ગદર્શન આપ્યુ હતું...

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...