સુરત શહેરમાં નશાકારક દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતાં મેડિકલ સ્ટોર ઉપર સુરત પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પડ્યા દરોડા....

નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન હેઠળ નશાકારક 223 સિરપ સહિત 2369 ટેબલેટ ઝડપાઈ....

સરદાર ન્યૂઝ અક્ષય વાઢેર.સુરત
સુરત શહેરમાં ચાલતા નશાના કારોબાર ને તોડી પાડવા માટે સુરત પોલીસ થતાં જ દરોડાની કામગીરી કરી નશાના કારોબાર સાથે જોડાયેલા લોકોને ઝડપી પાડી કાર્યવાહી કરતી હોય છે ત્યારે નાર્કોટેસ્ટની બધી જ નાબૂદ કરવા માટે ગતરોજ સુરત પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી ને મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ થાય છે. સેકસી આ બાબતે દરોડા પાડીને સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે નશા કારક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો છ
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં પ્રયાસ શરૂ કરાયો છે. શહેર વિસ્તારમાં ચાલતાં કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ થાય છે આવા નશાકારક દવાઓનો ઉપયોગ કરી ગુન્હેગારો ગુન્હાહિત પ્રવૃતિ આચારે છે
જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા બાદ સુરત એસ.ઓ.જી પોલીસ દ્વારા  5 અલગ - અલગ ટીમ બનાવવી ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન અડાજણ વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી આ બાતમીના આધારે સુરત એસ.ઓ.જી પોલીસ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટ સાથે રાખી
અડાજણ ભુલકા ભુવન સ્કુલ પાસે મયુરી એપાર્ટમેન્ટ દુકાન નં .7 માં “ ક્રિષ્ણા મેડીકલ સ્ટોર " ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક રમેશભાઈ વિઠ્ઠલભાઈ સોજીત્રા. ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવા ( ડ્રગ્સ ) નું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કરેલ , જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર રેઇડ કરીનશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો જેવી કે , અલ્પાઝપામ , ક્લોનાજેપામ વિગેરે તથા સીરપ જેવી કે કોડીન કોરેક્ષ , કોડીસ્ટાર , રેક્સોન અને કોડી કોલ્ડ વિગેરેનો નીચે મુજબનો જથ્થો કબ્જે કરેલ  હતી નશો કરવા માટે ઉપયોગમા લેવાતી અલગ અલગ ટેબલેટ નંગ -2360 ( 2) નશાકારક સિરપ બોટલ નંગ -223 ઉપરોક્ત મેડીકલ સ્ટોર માંથી કબ્જે કરવામાં આવેલ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટ તથા સીરપના જથ્થા બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી તેઓ દ્વારા મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...