પાણીની પારાયણ શરૂ, વિયરની સપાટી ઘટતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો....

ઉનાળાના(Summer ) દિવસોમાં તાપી નદીની રો – વોટર ક્વોલિટીને લઇ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે . પાણીની(Water ) ગુણવત્તા જાળવી રાખવા માટે પાલિકા (SMC) દ્વારા સિંચાઇ વિભાગ સાથે સંકલન કરી ઉકાઇ ડેમમાંથી પાણી છોડાવવામાં આવે છે . વર્તમાન સમયે વિયરના જળાશયની સપાટી ઘટીને 4.70 મીટર થતાં પાલિકાએ ઉકાઇમાંથી તાપી નદીમાં પાણીનો ડિસ્ચાર્જ કરવા સિંચાઇ વિભાગને પત્ર લખ્યો છે...

સરદાર ન્યૂઝ:-(અક્ષય વાઢેર.સુરત)
આ પત્રને અનુસંધાને ઉકાઇ ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું નક્કી કરાયું છે . સુરત શહેરની 50 લાખ પ્લસ વસ્તીને પીવાનું પાણી પુરું પાડવા પાલિકા શહેરમાંથી પસાર થતી તાપી નદીમાંથી પ્રતિદિન 1300 ક્યુસેક પાણીનો જથ્થો મેળવી રહી છે . વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણીની ગુણવત્તા સુધારી શહેરીજનોને તબક્કાવાર વિતરણ થઇ રહ્યું છે . 
વિયરના ઉપરવાસમાં વોટર વર્કસ બનાવી તાપી નદીમાંથી પાણી મેળવવામાં આવી રહ્યું છે .ઉનાળાના દિવસોમાં આકરી ગરમી વચ્ચે વિયરના જળાશયમાં પાણીનું લેવલ ઘટે છે . સપાટી પાંચ મીટરથી નીચે પહોંચી જાય છે . જેને પગલે રો – વોટર ક્વોલિટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે . આ પડકારને પહોંચી વળવા પાલિકા દ્વારા સિંચાઇ વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે . ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણીનો ડિસ્ચાર્જ કરવા માંગણી કરવામાં આવે છે . હાલ વિયરના જળાશયમાં પાણીની સપાટી 4.70 મીટરે છે . નજીકના દિવસોમાં સપાટી હજી ઘટવાની શક્યતા છે .જેને પગલે પાલિકાએ સિંચાઇ વિભાગ સાથે પત્ર વ્યવહાર કર્યો છે . ઉકાઇમાંથી તાપી નદીમાં પાણી છોડવા તાકીદ કરી છે . પાલિકાના પત્રને ધ્યાને લઇ ઉકાઇના સત્તાધીશોએ સુરત શહેરના લાખો લોકોના હિતને ધ્યાને લઇ તાપી નદીમાં 15 હજાર ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે . સંભવતઃ એક બે દિવસમાં તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે . તેવું પાલિકાના વર્તુળોએ જણાવ્યું હતું .નોંધનીય છે કે ઉનાળો આવે ત્યારે પાણીનો આ પ્રશ્ન કાયમી બની જતો હોય છે. ત્યારે વિયર કમ કોઝવેની સપાટી જાળવી રાખીને શહેરીજનોને યોગ્ય પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહે તે દિશામાં કામગીરી કરવા હવે પાલિકા દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખીને પાણી ડિસ્ચાર્જ કરવા માંગણી કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...