ચલાલી ગામમાં સ્કુલ પાસે નવીન બનેલ આર,સી,સી રસ્તો તોડી નાખ્યો જવાબદાર કોણ ?
ચલાલી ગામમાં સ્કુલ પાસે નવીન બનેલ આર,સી,સી રસ્તો તોડી નાખ્યો જવાબદાર કોણ ? @સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ નલ સે જલના યોજનાના કોન્ટ્રાક્ટરોએ રૂા. 5 કરોડથી વધુના રસ્તા ખોદી નાખ્યા જવાબદાર કોણ ? પંચમહાલ જિલ્લામાં વાસ્મોની નિગરાનીમાં ચાલતી નલ સે જલ યોજનાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં પાઇપ નાખવાની કામગીરીમાં જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગની પૂર્વ મંજૂરી વગર જિલ્લામાં અનેક રસ્તાઓ ખોદી નાખતાં મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓના લીધે અકસ્માત કે કોઇ ઘટના બને તો જવાબદાર કોણ ? જિલ્લા પંચાયતના રસ્તાઓની તોડફોડ કરતાં અગાઉ ચોમાસા વખતે સર્વે કરતાં જિલ્લામાં 5 કરોડ રૂપિયાના રસ્તાઓની તોડફોડ કરીને નુકસાન નલ સે જલના કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતાં માર્ગ મકાન વિભાગ દ્વારા વાસ્મોને નોટિસ પણ આપવામાં આવી હતી નોટિસ આપવા છતાં વાસ્મોની યોજના નલ સે જલના કોન્ટ્રાકટરો દ્વારા રસ્તાઓની તોડફોડ ચાલુ રાખતાં જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગને રસ્તાઓને નુકસાન કર્યાની અનેક ફરિયાદ મળી હતી નલ સે જલ કોન્ટ્રાકટર દ્વારા પૂર્વ મંજૂરી વગર જ કાલોલ ...