ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી સીતાબેન નાયક ,દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક યોજાઈ હતી.

ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી સીતાબેન નાયક ,દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક યોજાઈ હતી.
@સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

       ડાંગ જિલ્લા ભાજપ સંગઠન ની બેઠકમાં આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણી અંગે સંગઠન પ્રભારી સીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દંડક વિજયભાઈ પટેલે સંગઠન મજબૂત કરવા કાર્યકર્તાઓને એકજુથ થઈ કમલ ને બહુમતી આપવા સક્રિય થવા હાકલ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીતે હાલ સરપંચ થી લઇ વડાપ્રધાન સુધી ભાજપ નો પરચમ લહેરાઈ ઉઠ્યો છે .ત્યારે ડાંગ જિલ્લામાંથી પણ લોકસભાના ઉમેદવાર ને જંગી મતો થી વિજય બનાવી નરેદ્ર મોદીને સપ્રેમ ભેટ આપવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાંવીતે રાજ્ય કેન્દ્ર ની વિવિધ વિકાસકીય યોજના જનજન સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓએ પોતે જવાબદારી ઉપાડી તેનો લાભ લાભાર્થીને મળે તેવા પ્રયાસ હાથ ધરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન  મહામંત્રી  હરિરામ સાવંતે કર્યુ હતું. જ્યારે આભારવિધિ રાજેશભાઈ ગામીતે આટોપી હતી.આ બેઠકમાં વિવિધ મોરચા,સંગઠન,મંડળ ના પ્રમુખો,મંત્રીઓ તાલુકા જિલ્લા પંચાયત ના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...