ડીજેનો આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા 15 વર્ષનાં યુવકનું ઘટના સ્થળે મોત
ડીજેનો આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા 15 વર્ષનાં યુવકનું ઘટના સ્થળે મોત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ નવા ફળિયાથી જાંબુઘોડા તાલુકાના ગાંધરા ડુંગરાળ માર્ગ ઉપરનો ઢાળ ઉતરતા એક ડીજેનો આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પોમાં પાછળ બેસેલો શિવરાજપુર નજીકના ધારીઆ ગામનો 15 વર્ષનો યુવક ટેમ્પો નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા
. ટેમ્પો ચાલાક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. રાજગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને ટેમ્પો નીચેથી કઢાવી પીએમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ મોકલ્યો હતો.
મૃતક યુવકના પિતાએ રાજગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
Comments
Post a Comment