કેળ ગામના આંખની ઉણપ ધરાવતા 8 વર્ષીય બાળકનુ સફળ ઓપરેશન

કેળ ગામના આંખની ઉણપ ધરાવતા 8 વર્ષીય બાળકનુ સફળ ઓપરેશન 
@સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પેટોસિસની બિમારીનુ સફળ ઓપરેશન કરાયુ 

 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ચાલતા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન પેટોસિસની બિમારી ધરાવનાર સુબિર તાલુકાના કેળ ગામના 8 વર્ષીય બાળકનુ સફળ ઓપરેશન કરવામા આવ્યુ છે. 

પેટોસિસ, જે આંખની સ્થિતીમા ફેરફાર કરી આંખોને નીચી બનાવે છે. દ્રષ્ટિ અને આંખના સ્નાયુઓને અવરોધે છે. જો કે, પેટોસિસની સારવાર સરળ છે. પેટોસિસને સામાન્ય વ્યક્તિની ભાષામા ડ્રોપી પોપચાની સ્થિતિ તરીકે પણ ઓળખવામા આવે છે. કારણ એ છે કે પેટોસિસમા, ઉપલા પોપચા ધીમે ધીમે નીચે ઝૂકવા લાગે છે. તે થોડુ ઝૂકવાથી શરૂ થાય છે. જે આંખને સંપૂર્ણ રીતે ઢાંકી શકે છે. અમુક દુર્લભ કિસ્સાઓમા, તે કુદરતી રીતે ઉકેલાઈ જાય છે. પરંતુ આ માટે યોગ્ય તબીબી સારવાર જરૂરી છે. ઝુકેલી આંખોને કારણે આંખ ઝબકાવવુ મુશ્કેલ બને છે. આંખો ફાડવા લાગે છે. આંખો અંધકારમય અને તણાવ અનુભવવા લાગે છે. દ્રષ્ટિમા અવરોધ આવી શકે છે. યોગ્ય દ્રષ્ટિનો અભાવ પણ માથાનો દુખાવો અને ચક્કરનુ કારણ બની શકે છે.

આવી લાચારી ધરાવતી પેટોસિસની ગંભીર બિમારી ધરાવનાર બાળક, ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના કેળ ગામમા RBSK ટીમને શાળા તપાસ દરમિયાન મળી આવ્યુ હતુ. ડૉ અંકિત ગરાસિયા તેમજ તેમની ટીમ દ્વારા આ બાળકને (RBSK) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતે આંખની હોસ્પિટલમા સફળ ઓપરેશનમા કરવામા આવ્યુ હતુ. 

બાળકના ઓપરેશન બાદ RBSK ટીમ દ્વારા બાળકની હોમ વિઝીટ કરવામા આવી હતી. તેમજ બાળકને સાચવવા અંગેની સમજુતી આપવામા આવી હતી. સરકારશ્રીના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે અંતરિયાળ વિસ્તારમા માનવતાની મહેક પ્રસરાવી છે. આ માટે ડો.અંકિત ગરાસિયા, ડો.ઋજુતા પટેલ, ડો.ધનરાજ દેવરે, એફ.એચ.ડબલ્યુ દક્ષાબેન, ફાર્માસિસ્ટ શ્રી મહેન્દ્રભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...