વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જામલાપાડા ગામના વિશ્વાસભાઇ ગાવિતના પાકા ધરનુ સ્વપ્ન પુર્ણ થયુ
વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જામલાપાડા ગામના વિશ્વાસભાઇ ગાવિતના પાકા ધરનુ સ્વપ્ન પુર્ણ થયુ
@સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
વ્યક્તીગત ધોરણે મકાન સહાયમા ઝુપડા માંથી પાકુ મકાનના સ્વપ્ને સરકારે સાકાર કર્યુ - શ્રી વિશ્વાસભાઇ ગાવિત
વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જામલાપાડા ગામના વિશ્વાસભાઇ ગાવિતને વ્યક્તિગત ધોરણે મકાન સહાય મળતા તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, કાચા મકાનથી પાકા મકાન સુધી પહોચવાનુ સ્વપ્ન સરકારશ્રીએ પુર્ણ કર્યુ છે.
વનબંધુ કલ્યાણ યોજનાનો અમલ 27 ફેબ્રુઆરી, 2007 ના દિવસથી એક વિશિષ્ટ મિશન તરીકે શરૂ કરવામા આવ્યો. આદિવાસી પરિવારોને તેમની ભૌતિક જીવનકક્ષામા સુધારો લાવવાના ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા આવાસની ઉપલબ્ધિ કરવામા આવી છે. વનબંધુ સહાય યોજના હેઠળ ડાંગ જિલ્લાના આદિવાસી પરીવારોને આવાસ યોજના અંતર્ગત ઘર આપીને તેઓના જિવનને ગૌરાવિન્ત કર્યા છે.
ડાંગ જિલ્લા વધઇ તાલુકાના જામલાપાડા ગામના શ્રી વિશ્વાશભાઇ ગાવિત ધંધો ગુજરાન ચલાવી પોતાના કુંટુબનુ ભરણ પોષણ કરી રહ્યા છે. પોતાના પરિવાર સહિત કાચા આવાસમા રહેતા વિશ્વાશભાઇ માટે પાકુ મકાન સ્વપ્ન સમાન હતુ. ધંધો રોજગારી કરી આવક મેળવી છતાય પાકુ મકાન બાંધવુ તેઓ માટે સ્વપ્ન સમાન હતુ. તેઓ પોતાના કાચા આવાસમા પરિવાર સાથે નિવાસ કરી રહ્યા હતા જ્યા તેઓને ઘણી તકલીફોનો સમાનો કરવો પડતો હતો. ત્યારે સરકારી શ્રીના આદિજાતી વિભાગ અંતર્ગત તેઓને સહાય યોજનાનો લાભ મળ્યો છે અને પરિવારના માથે આજે છતનો આશરો મળ્યો છે.
વિશ્વાશભાઇ વધઇ ખાતે ચાની લારી ચલાવે છે. તેઓની પત્ની ખેતીકામ તેમજ પશુપાલન કરી ઘરનુ ગુજરાન ચલાવે છે. ત્યારે ધંધા રોજગારની નાની આવકથી પાકુ મકાન બાંધવા માટે સરાકરશ્રી તરફથી મળેલ આવક ખુજ જ મદદરૂપ સાબીત થઇ છે અને તેઓ પાકુ મકાન બાંધી શક્યા છે, તેમશ્રી વિશ્વાસભાઇ જણાવે છે. સરકારશ્રી દ્વારા તેઓને વનબંધુ સહાય યોજના હેઠળ વર્ષ-2021-22 મા રૂપિયા 1,20,000ની સહાય મળી હતી.
Comments
Post a Comment