કાલોલના સગનપુરા નજીકથી રેતી ભરેલુ ટ્રેકટર કાલોલ મામલતદારે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી
કાલોલના સગનપુરા નજીકથી રેતી ભરેલુ ટ્રેકટર કાલોલ મામલતદારે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં ચાલતા સફેદ રેતીના કારોબાઝાર સુરેલી,ચલાલી,ગુસર, સગનપુરા જેવા અનેક ગામોની નજીકથી પસાર થતી ગોમા નદીમા પટ માંથી તંત્રની રેહમનઝર હેઠળ રેતીના ટ્રેકટરો ભરાય છે રેતી ભરેલું ટ્રેક્ટર ઓચિંતા મામલાતદર ની આખે ચઢતા કાલોલ મામલતદાર એમ એમ દીવાન દ્વારા સગનપુરા અલાલી નજીકથી પસાર થતુ એક ટ્રેકટર ઝડપી પાસ પરમીટ માંગતાં કોઈ પરમીટ જોવા મળી નહોતી જેથી કાલોલ મામલતદારે રેતી ભરેલુ ટ્રેકટર ભરેલુ મામલતદાર કચેરીએ મુકાવી જીલ્લા ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હતી ધોળા દિવસે કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું છે પણ તંત્ર આખ આડા કાન કરી રહ્યું હોઈ તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે રેતીનું ખનન થવાથી ગોમા નદી માંથી પાણી પણ અદ્રશ્ય થઈ ગયું હોય તેમ પશુપાલક,ખેડુતો જણાવી રહ્યા છે હવે ખેતી કરવી પણ ગણી મુશ્કેલ બની છે
Comments
Post a Comment