ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ ખાતે તા. 22ના રોજ હાથ ધરાશે સફાઇ અભિયા

DANG:-ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ ખાતે તા. 22ના રોજ હાથ ધરાશે સફાઇ અભિયા 
@સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ તેમજ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ ઉપસ્થિત રહેશે 

 યાત્રાધામોના વિશેષ સફાઇ અભિયાન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ યાત્રાધામો ખાતે, રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામા આવનાર છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ *શબરીધામ* ખાતે પણ તા.22ના રોજ વિશેષ સફાઇ અભિયાન હાથ ધરવામા આવનાર છે. 

આ સફાઇ અભિયાનમા નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. 

સુબિર તાલુકાના સુપ્રસિદ્ધ આસ્થા કેન્દ્ર એવા *શબરીધામ* ખાતે યોજાનાર સફાઇ અભિયાન કાર્યક્રમને અનુલક્ષીને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ, વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. 

જેમા કલેક્ટરશ્રીએ મંદિર પરિસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમા સફાઇ અભિયાન વિશેની કામગીરી અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. 

આ બેઠકમા નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાડ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા,  સુબિર મામલતદાર શ્રી વી.બી.દરજી, તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિજય દેશમુખ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નરેદ્ર ઠાકરે સહિત સંબંધિત અધિકારીઓ, શબરીધામ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી સંજય પાટીલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...