વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે જનસેવા એમ્બયુલન્સ વાનનુ લોકાર્પણ
DANG વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે જનસેવા એમ્બયુલન્સ વાનનુ લોકાર્પણ
જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના સહયોગથી જનસેવા અર્થે એમ્બયુલન્સ વાનનુ કરાયું લોકાર્પણ
ડાંગ જિલ્લાના પ્રયોશા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા જનહિતના સેવાના કાર્ય માટે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે એમ્બયુલન્સ વાનનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે કોરોના કાળ દરમિયાન નિસ્વાર્થ ભાવે જનસેવા કરનાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. તેમજ એમ્બયુલન્સ વાન લોક સેવા માટે વધુ ઉપયોગી નિવડશે તેમ શ્રી પટેલે જણાવ્યુ હતુ.
દર્દીઓને હોસ્પિટલમા પહોંચાડવા માટે જિલ્લાને એમ્બયુલન્સની સેવાનો લાભ મળ્યો, તે બદલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના દાતાઓનો જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ પ્રંસગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. હિમાંશુ ગામિત, આહવાના સિવિલ સર્જન શ્રી મનીષભાઈ, પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના ટ્રસ્ટી શ્રી પી.પી.સ્વામી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદ ભોંયે, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી હરિરામ સાવંત તેમજ મોટી સંખ્યામા જનસેવા ગૃપના સ્વયંમ સેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment