Posts

Showing posts from November, 2021

ડાંગ જિલ્લાની 41 ગ્રામપંચાયત ચૂંટણી અંતર્ગત ભાજપના માજી કેબિનેટ મંત્રી ગણપત વસાવા ના અધ્યક્ષતામાં ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠક યોજાઇ...

Image
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત  આહવા તાલુકાની 14, સુબીર તાલુકાની  12, વઘઇ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે... સરદાર ન્યૂઝ:-ડાંગ   જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા માન. માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષમા ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતું  જેમાં ડાંગ જિલ્લાના સંગઠન પ્રભારી પ્રફુલભાઇ પાનસેરીયા  અને સીતાબેન નાયકની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળભાઈ  ગાવિત, જિલ્લા મહામંત્રીશ્રીઓ કિશોરભાઈ ગાવિત, રાજેશભાઈ  ગામીત, હરિરામભાઈ સાવંત  ઉપસ્થિત રહી જિલ્લા મા વધુમા વધુ  ગ્રામપંચાયતો સમરસ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી  હતી.

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ભાઈ ગાવીતના સહયોગ થી 400થી વધુ આદિવાસીઓને સપ્તસૃગી માતા મંદિરનું દર્શન કરાવ્યા...

Image
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાંવીતના સહયોગ થી સિલોટમાળ,કુંડા, અને સુસરદા ગામના 400 થી વધુ આદિવાસી ભાવિકોને સપ્તસૃગી માતા મંદિરનું દર્શન કરવા  2 ખાનગી અને 4 એસટી બસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવતા ભાવિકોએ મંગળભાઈ ગાવીતની કામગીરીને બિરદાવી છે. સરદાર ન્યૂઝ:-ડાંગ-આહવા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સિલોટમાળ,કુંડા, સુસરદા ગામના 400 થી વધુ આદિવાસી ભાવિક ભક્તો દ્વારા કોરોના મહામારીમાં કોઈ દેવ દર્શને જઈ શક્યા ન હતા, જેથી તેઓએ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીત ને દેવદર્શન ની ઈચ્છા જણાવતા મંગળભાઈ ગાંવીતે આ વિસ્તારના 400 જેટલા આદિવાસી ભાવિક ભક્તો ને મહારાષ્ટ્રના સપ્તશૃંગી માતા મંદિર અને ગિરિમથક સાપુતારા માટે  બે લક્ષઝરી અને ચાર એસટી બસ,જીપ અને ટેમ્પો ની વ્યવસ્થા કરી આદિવાસી ઓને દર્શન કરાંવી માનવતાની મહેક ફેલાવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત ની કામગીરી ને જિલ્લાભર માં વખાણી હતી.

વાંકલ ની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી  હોસ્પિટલમાં વિકલાંગ સહાય વિનામૂલ્યે કેમ્પ યોજાયો...

Image
૮૬ જરૂરીયાત મંદ વિકલાંગો એ કેમ્પનો લાભ લીધો. સરદાર ન્યૂઝ:-દિપક પુરોહીત માંગરોળ સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં કાર્યરત લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલા વિકલાંગ સહાય કેમ્પનો લાભ વિસ્તારના ૮૬ જેટલા જરૂરિયાત મંદ વિકલાંગો એ લીધો હતો સુરત માનવ સેવા સંઘ છાયડો સંસ્થા અને શ્રી ચંદુલાલ અંબાલાલ શાહ વડાવલી વાળા પરિવાર ના સૌજન્યથી ગ્રામ્યવિસ્તાર માં ઉપરોક્ત વિકલાંગ સહાય કેમ્પનું વિનામુલ્યે આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું ઉપરોક્ત વિકલાંગ સહાય કેમ્પમાં કૃત્રિમ અંગો ની માપણી કરવામાં આવી હતી તેમજ ટ્રાયસીકલ,કાનની બહેરાશ નું મશીન,વહીલચેર અનેક પ્રકાર ના વિકલાંગોને જરૂરિયાત મુજબની મદદ માટે નું આયોજન કરવામાં આવ્યું હતું લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ સિરીષભાઈ નાયક, કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ,પ્રવીણભાઈ દેસાઈ,ડો દા મજી ભાઈ બારયા,સ્ટાફ સહિતના સેવાભાવી આગેવાનો એ કેમ્પમાં સેવા પૂરી પાડી સહયોગ આપ્યો હતો

આહવા ડુંગરી ફળિયા અને શિક્ષક કોલોની મા સુરત ના દાતા ઓ દ્વારા ગરીબ આદિવાસીઓ ને ગરમ કપડા ઘાબળા અને અનાજ ની કીટો નુ વિતરણ કરવા મા આવ્યુ હતુ...

Image
વન પ્રદેશ ડાંગ જિલ્લા નુ વડુ મથક આહવા ખાતે સુરત ના દાતા ઓ મહેરબાન થયા હતા... સરદાર ન્યૂઝ:-આહવા ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ શ્રી ગિરીશ ભાઈ મોદીએ સુરત તેમ ના મિત્રો જનો ને આહવા ના ગરીબ પરિવારો ની આપવીતી જણાવતા તેઓના મિત્ર લાગણી વશ થતા તેઓ આજે પોત પોતાના વાહનો મા ગરીબ આદિવાસી પરિવારો માટે અનાજ ની કીટ,ગરમ ઘાબળા અને કપડા ઓ ભરી આહવા આવી પહોંચયા હતા  આહવા ના ડુંગરી ફળિયા તથા શિક્ષક કોલોનીના ગરીબ આદિવાસી ભાઈ બહેનો ને ભા.જ.પા ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, , સુરતના  મનહરભાઈ લાપસીવાલા, જયંતીભાઈ લાપસીવાલા સંજયભાઈ સોપારીવાલા, હસમુખભાઈ નાયક, અતુલભાઈ દેસાઈ, દિનેશભાઇ તાણાવાલા દ્વારા  જરૂરિયાતમંદો ગરીબ આદિવાસી ઓને અનાજ અને કપડાં તથા ધાબળા ની કીટો વિતરણ કરવામાં આવતા આહવા ગરીબ પરિવારો ખુશ ખુશાલ થઈ જવા પામ્ય હતા  આમ સુરત ના દાતા ઓ આહવા ના ગરીબ પરિવાર પર મહેરબાન થતા માનવતા ની મહેંક પ્રસરી જવા પામી હતી  

ઓલપાડ તાલુકામાં કૃષિ મંત્રીના હસ્તે રૂ.૫.૧૫ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહુર્ત સંપન્ન....

Image
સાયણમાં આગામી દિવસોમાં બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરીશું... સરદાર ન્યૂઝ:-ઓલપાડ ' હર ઘર મે નલ.. હર નલ મે જલ..' યોજના અંતર્ગત ૨૦૨૨ સુધી રાજ્યના તમામ ગામોમાં  પ્રત્યેક ઘરોમાં વ્યક્તિદીઠ એક દિવસમાં ૧૦૦ લિટર પાણી ઉપલબ્ધ થશે...   સાયણમાં પણ રોડ પરના તમામ ફેરીયાઓ માટે એક સુવ્યવસ્થિત માર્કેટ ઉભું કરવામાં આવશે  કૃષિ મંત્રી મુકેશભાઈ પટેલ.... ઓલપાડ તાલુકાના સાયણ ગામે વાસ્મો આયોજિત 'નલ સે જલ' કાર્યક્રમ અંતર્ગત કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૪.૦૫ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને ઓલપાડ તાલુકામાં રૂ.૩૦ લાખના ખર્ચે કુંભાર ફળીયાથી રૂંઢી ફળિયાને જોડતા રોડ તેમજ આ રોડ પર રૂ.૮૦ લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટની કામગીરી મળી કુલ રૂ.૫.૧૫ કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત સંપન્ન થયું હતું. જેમાં સાયણ ગામમાં ‘નલ સે જલ કાર્યક્રમ’ હેઠળ પાણી પુરવઠા યોજનામાં સંપૂર્ણ ગામને ૫ ઝોનમાં વિભાજીત કરી ૧૮ નવીન બોરવેલ, ૨૩ મોટર, ૨૨ હજાર મીટર પી.વી.સી. પાઈપ લાઈન, ભૂગર્ભ સંપ (૪ નંગ), ઉંચી ટાંકી (૪ નંગ), નવીન ૧૬૧ નળ કનેક્શન, હયાત ૪૯૪ નળ ક...

ઉમરપાડા ના મોટી હલધરી  ગામે યાહામોગી પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરાયું...

Image
સુરતના ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન નવી વસાહત વિસ્તાર ના યુવા એક્શન ગ્રુપના વિજયભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. સરદાર ન્યૂઝ :-દિપક પુરોહીત(માંગરોળ) સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી જીવન ઉપયોગ પુસ્તક,ડેલી ન્યુઝ પેપર જેવુ સાહિત્ય ગામના યુવાઓ દ્વારા ઉપરોક્ત પુસ્તકાલયમાં પુરુ પાડવામાં આવી રહ્યું છે  નવા પુસ્તકાલયમાં આજુ બાજુ વિસ્તારના યુવાનો વાંચનનો લાભ લઈ શકશે સાથે હાલના સ્પર્ધાત્મક યુગમાં ટકવા માટે સતત વાચન ખુબ જરૂરી છે,   આપણા લક્ષ્યને નક્કી કરીને જાગ્યા ત્યાથી સવાર એવું માની આપણે વાંચન કાર્ય ને આગળ વધારવુ પડશે આ સમયે આગેવાનો દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું   ગામવડીલોમકનજીભાઇ,ગંભીરભાઇ,શીતલભાઇ,મોહનભાઇ, દામસિગભાઇ, સામસિગ ભાઇ, અને ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદીના અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત યોજાયેલી 'આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથનું માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભવ્ય સ્વાગત કરાયું...

Image
ઉમરપાડા તાલુકામાં રૂ.૪૫ કરોડના ખર્ચે ભૂમિ પૂજન, લોકાર્પણ-ખાતમુહુર્ત તેમજ લાભોનું વિતરણ કરાયું... સરદાર ન્યૂઝ:-ઉમરપાડા ગામડાઓની બહેનોના આરોગ્યની ચિંતા કરી ઉજવલ્લા યોજના હેઠળ ૮ કરોડ બહેનોને ધુમાડા મુક્ત જીવન અપાયું : પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા  'આઝાદીના અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'ના રથનું માંગરોળ તાલુકાના લવેટ અને ઉમરપાડા તાલુકાના કેવડી, ચોખવાડા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ ભવ્ય સ્વાગત કર્યું હતું.         ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજિત ૩ ગ્રામ રથ પૈકી બીજા રથને આજ રોજ માંગરોળ તાલુકાના લવેટ ગામથી પ્રસ્થાન કરાવી ઉમરપાડા તાલુકાના કેવડી અને ચોખવાડા ગામે સ્વાગત કરાયું હતું. અ વેળાએ કૃષિ આજીવિકા કાર્યક્રમ અંતર્ગત જૂથ કૂવા તેમજ સોલાર આધારિત સિંચાઇ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વસાવાએ જણાવ્યું હતું કે,  ગુજરાતના સપુત અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ અનેક લોક કલ્યાણકારી યોજનાઓના લાભો  છેવાડાના માનવી સુધી પહોં...

માંગરોળ તાલુકામાં રૂા.૧ ક૨ોડથી વધુ ૨કમના વિકાસના કામોનું  ધા૨ાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત / લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...

Image
વાંકલ સાંઈ મંદિર ખાતે પંચશીલ કુટિર 25લાખના ખર્ચે બનાવવામાં આવશેતેનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું... સરદાર ન્યૂઝ:-દિપક પુરોહિત (માંગરોળ) વાંકલ સ્ટેશન ફળિયામાં સીસી રોડ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલા રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું સુરતના માંગરોળમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના હસ્તે એક કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું ૧૫૬માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે ભીલાવાડા–હ૨સણી-નાનીપારડી રોડનું ખાતમુહુર્ત રૂા.૬૦ લાખ, વાંકલ ગામે સાંઈ મંદિર પાછળ પંચશીલ કુટીર રૂા.૨૫ લાખ તથા વાંકલ ગામે સ્ટેશન ફળીયામાં સી.સી. રોડનું કામ રૂા.૫. લાખ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ ખાતે અદ્યતન સુવિધા વાળી એમ્બ્યુલન્સનું લોકાર્પણ રૂા.૧૨.૯૦ લાખ મળી કુલ રૂા.૧૦૨.૮૦ લાખનું લોકાર્પણ ખાતમુહુર્ત ક૨વામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા મહામંત્રી દિપકભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત,તાલુકા પંચાયત સભ્ય ભુમિબેન વસાવા, તૃપ્તિબેન મૈસુરીયા, ડો. યુવરાજસિંહ સોનારીયા,  ...

આહવા પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે...

Image
આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના શુભારંભ પ્રસંગે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે આહવાના આંગણે આયોજિત ખેલ મહોત્સવ ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. સરદાર ન્યૂઝ:-ડાંગ આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત દ્વારા પ્રાયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લઈ રહેલી આઠ જેટલી ક્રિકેટ ટિમના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને નાયબ મુખ્ય દંડકશ્રીએ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને પરસ્પર ખેલદિલી, કોમી એખલાસ, અને ભાઇચારાની ભાવના સાથે તેમનામા રહેલા ખેલ કૌશલ્યને બહાર લાવવાની હિમાયત કરી હતી. ઉલ્લેખનિય છે કે, ભરુચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન એવા નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે ભરુચ જિલ્લાના ઇખર ગામના ભારતીય ક્રિકેટ ટિમના આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા શ્રી મુનાફ પટેલની કારકિર્દી ઘડતરમા પણ અહમ ભૂમિકા નિભાવી છે.  આહવાના મિશનપાડા સ્થિત ગીતાંજલી વિધ્યાલયના પટાંગણમા આયોજિત ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની નાયબ મુખ્ય દંડકશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ ...

આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ” અભિયાન ચલાવીને ડાંગ જિલ્લાની ખેતીને સંપુર્ણ રસાયણ મુક્ત બનાવવાની રાજ્ય સરકારની નેમ...

Image
ડાંગ જિલ્લાની ખેતીને સંપુર્ણ રસાયણ મુકત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘આત્મા પ્રોજેક્ટ’ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહક નાણાકીય સહાય આપવામા આવી રહી છે. આ માટે ikhedut પોર્ટલ પર ખેડુતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. સરદાર ન્યૂઝ:-ડાંગ જે ખેડુતો આ યોજના અંતર્ગત ગૌમુત્ર અને છાણનો ઉપયોગ કરીને પોતાના ખેતી પાકોનું પોષણ કરે છે, તેમજ વનસ્પતિ જન્ય અર્કનો ઉપયોગ કરીને ખેતી પાકોનુ રોગ જિવાતથી રક્ષણ કરીને જેટલા વિસ્તારમા સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરે છે, તેટલા વિસ્તાર માટે તેમને પ્રતિ ગુંઠા રૂપિયા ૫૦/- મુજબ ઓછામા ઓછી ૧૦૦૦/- રૂપિયા અને વધુમા વધુ ૧૦૦૦૦/- રૂપિયાની રોકડ સહાય ખેડુતોને તેના બેંક ખાતામા જમા આપવામા આવે છે.  આ ખેડુતો રવિ સીઝનમા જેટલા વિસ્તારમા ખેતી પાકો વાવશે, અને પ્રાકૃતિક ખેતી કરશે તેમને તેટલા વિસ્તાર માટે રવિ સીઝનમા ફરીથી આજ પ્રમાણે સહાય ચુકવવામા આવશે. આ માટે ૧૬૦૦૦ જેટલા ખેડુતોની અરજીઓ આત્મા પ્રોજેક્ટની કચેરીને મળી છે. જે પૈકી ૮ર૬૮ ખેડુતોને રૂપિયા ૪પ૬.૦૦ લાખની સહાય ચુકવવામા આવી છે. બાકીના ખેડુતોને સહાય ચુકવવા માટે અરજીઓની ચકાસણીન...

માંગરોળ ના આંબાવાડી ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં યુવક ને અજાણ્યા ઈસમો એ પેટ અને છાતીમાં ચપ્પુના ત્રણ ઘા ઝીંકી દીધા....  

Image
અજાણ્યા ૩ થી ૪ હુમલા ખોરો ફરાર થઈ ગયા...  SARDAR NEWS  રિપોર્ટર:-દિપક પુરોહિત પોલીસે દિવસ દરમિયાન લગ્ન સમારંભમાં વીડિયો ફૂટેજ ચેક કરી હુમલાખોરોને ઓળખી કાઢવા તજવીજ હાથ ધરી.. પોલીસે લગ્ન સમારંભ યોજનાર વિરુદ્ધ કોરોના ગાઈડ લાઈન ભંગ ગુનો નોંધાયો... વાંકલ...સુરત ના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ માં નાચવા બાબતે થયેલા ઝઘડા માં અજાણ્યા ત્રણ યુવકોએ તિક્ષણ હથિયાર ચપ્પુ વડે એક યુવક પર હુમલો કરી ચપ્પુના ત્રણ ઘા ઝીંકી ફરાર થઈ જતા આ ઘટનાથી લગ્નના આનંદ ઉત્સવ ના પ્રસંગમાં સોપો પડી ગયો હતો .. ઇજા ગ્રસ્ત  યુવકને તાત્કાલિક સુરત ખાતે સારવાર માટે લઇ જવાયો છે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને  લગ્ન પ્રસંગ યોજનાર વિરુદ્ધ કોરોના ગાઇડ લાઇન ભંગ હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસે લગ્ન સંભારમ યોજનાર વિજયભાઈ ગોનજીભાઈ ચૌધરી દ્વારા 400 માણસ ની મંજૂરી લઈ 600થી વધુ માણસો લગ્ન સમારંભમાં ભેગા કરી વૈશ્વિક મહામારી કોવિડ 19 નિયમો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનીટાઇઝર ની વ્યવસ્થા નહીં કરી ભંગ કરતા તેમની વિરુદ્ધ માંગરોળ પોલીસ ગુનો નોંધ્યો. ...

ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ આહવા ખાતે યોજાયો....

Image
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નૂતન વર્ષ  સ્નેહ મિલન કાર્યક્રમ આહવા ના ટીમ્બર હોલ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા વાળા, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ,સંગઠન પ્રભારી સીતાબેન નાયક,સંગઠન પ્રભારી શ્રી પ્રફફૂલભાઈ પાનસેરિયા,જિલ્લા પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમનો સ્વાગત પ્રવચન પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવારે કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય વિજયભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભવો અને કાર્યકર્તાઓને નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.તેમને જણાવ્યું હતું કે ભાજપ પાર્ટીના મજબૂત સંગઠન માટે પક્ષ ના કાર્યકરો આધાર સ્થંભ હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારે ગરીબ આદિવાસી ના સર્વાંગી વિકાસ માટે પાછીપાની કરી નથી.પાયાની સુવિધાઓ જેવી કે વીજળી,આરોગ્ય, માર્ગો,શાળાઓ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.ગામડાં ને ગાંધીનગર ને ઓનલાઈન જોડવા પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા દ્વારા આદિજાતિ વિકાસની ખાસ ગ્રાન્ટ 8  કરોડના ખર્ચે મોબાઈલ કનેક્ટિવિટી માટે 11 ટાવરો મંજુર કરવા માં આવી હતી, જેમ...