ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ આહવા ખાતે યોજાયો....
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ આહવા ના ટીમ્બર હોલ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા વાળા, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ,સંગઠન પ્રભારી સીતાબેન નાયક,સંગઠન પ્રભારી શ્રી પ્રફફૂલભાઈ પાનસેરિયા,જિલ્લા પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમનો સ્વાગત પ્રવચન પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવારે કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય વિજયભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભવો અને કાર્યકર્તાઓને નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.તેમને જણાવ્યું હતું કે ભાજપ પાર્ટીના મજબૂત સંગઠન માટે પક્ષ ના કાર્યકરો આધાર સ્થંભ હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારે ગરીબ આદિવાસી ના સર્વાંગી વિકાસ માટે પાછીપાની કરી નથી.પાયાની સુવિધાઓ જેવી કે વીજળી,આરોગ્ય, માર્ગો,શાળાઓ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.ગામડાં ને ગાંધીનગર ને ઓનલાઈન જોડવા પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા દ્વારા આદિજાતિ વિકાસની ખાસ ગ્રાન્ટ 8 કરોડના ખર્ચે મોબાઈલ કનેક્ટિવિટી માટે 11 ટાવરો મંજુર કરવા માં આવી હતી, જેમાં 5 ટાવરોના કામો પૂર્ણ કરી કાર્યરત થવાના છે.પીવાના શુદ્ધ પાણી નલ સે જલ ની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીતે કોંગ્રેસને આડે હાથ લઈ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નું સ્વપ્ન હતું કે કોંગ્રેસ મુક્ત ભારત ,જે અનુસંધાને ડાંગ ભાજપ દ્વારા ત્રણેય તાલુકા,જિલ્લા પંચાયત અને ધારાસભ્ય જીતીને મોદીજીના સ્વપ્ન સાકાર કર્યું છે. હજી પણ ભ્રષ્ટચાર રૂપી કચરો એવી કોંગ્રેસ બચી હોય તો આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં સુપડા સાફ કરવા કાર્યકરોને આહવાન કર્યું હતું.
પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલને ડાંગ વાસુરણા રાજવી ધનરાજસિંહ એ પારંપરિક પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશ અને દુનિયા પર આવી પડેલી વૈચ્છીક મહામારી કોરોના માંથી બહાર કાઢવા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કુનેહ સાશન નીતિ ના પગલે લોકોની સુખાકારી મળી છે. ભુતકાળની સરકારોએ આદિવાસીઓ ને માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે.ભારતિય જનતા પાર્ટી એ ગરીબ આદિવાસી ઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ યોજના અમલમાં મૂકી કરોડો રૂપિયાના વિકાશ યાત્રા કરી છે.
પ્રાથમિક સુવિધાઓ શુદ્ધ પીવાના પાણી માટે નલ સે જલ ,આરોગ્ય માટે અદ્યતન હોસ્પિટલ,અદ્યતન આશ્રમ શાળાઓ, વીજળી,માર્ગો,મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી છે.આજે ગરીબ આદિવાસીઓની ગંભીર રોગના ઈલાજ માટે પણ સરકાર ચિંતા કરે છે. મુખ્યમંત્રી, વડાપ્રધાન, સહિત અનેક આરોગ્ય યોજનાઓ થકી લોકોના જીવ બચાવી કામગીરી કરી છે.
વધુમાં મંત્રીએ ડાંગ જિલ્લામાં રોજગારી માટે સ્થળાંતર થયેલ આદિવાસી મજૂર ને જેતે સ્થળે સરકારની આરોગ્ય સહિતની યોજનાઓ મળી રહે તેવી હાકલ કરી હતી. સાથો સાથ બોર્ડર વિલેજ યોજનામાં એક પણ આદિવાસી ઘર વિહોનો ન રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા વાળા એ નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનમાં ઉપસ્થિત ચુંટાયેલા નેતા ,સંગઠન ,વિવિધ મોરચાના પ્રમુખ મંત્રીઓ,સરપંચોને અભિવાદન કર્યું હતું.
ડાંગ જિલ્લામાં ભાજપને સંપૂર્ણ બહુમત મળેલ હોય આવનારી ગ્રામપંચાયત ની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ બહુમતી થી વિજય થાય તે માટે દરેક કાર્યકરે સંકલ્પ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત,હરીરામ સાવંત,કિશોરભાઈ ગાંવીત,માજી પાર્ટી પ્રમુખો ઘનશ્યામભાઈ પટેલ,દિલીપભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, બાબુરાવ ચૌર્યા,સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી,વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન પવાર,મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે,દિનેશભાઇ ભોયે,વીનેશભાઈ ગાંવીત,આહવા તાલુકા યુવા પ્રમુખ જીગરભાઈ,આઇટી સેલ ના ગીરીશભાઈ મોદી,મેરિષભાઈ પવાર,સંજય પાટીલ,મીડિયા સેલ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્નેહ મિલન કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
Comments
Post a Comment