ડાંગ જિલ્લાની 41 ગ્રામપંચાયત ચૂંટણી અંતર્ગત ભાજપના માજી કેબિનેટ મંત્રી ગણપત વસાવા ના અધ્યક્ષતામાં ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠક યોજાઇ...
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આહવા તાલુકાની 14, સુબીર તાલુકાની 12, વઘઇ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે...
સરદાર ન્યૂઝ:-ડાંગ
જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા માન. માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષમા ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતું
જેમાં ડાંગ જિલ્લાના સંગઠન પ્રભારી પ્રફુલભાઇ પાનસેરીયા અને સીતાબેન નાયકની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળભાઈ ગાવિત, જિલ્લા મહામંત્રીશ્રીઓ કિશોરભાઈ ગાવિત, રાજેશભાઈ ગામીત, હરિરામભાઈ સાવંત ઉપસ્થિત રહી જિલ્લા મા વધુમા વધુ ગ્રામપંચાયતો સમરસ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Comments
Post a Comment