આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ” અભિયાન ચલાવીને ડાંગ જિલ્લાની ખેતીને સંપુર્ણ રસાયણ મુક્ત બનાવવાની રાજ્ય સરકારની નેમ...

ડાંગ જિલ્લાની ખેતીને સંપુર્ણ રસાયણ મુકત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘આત્મા પ્રોજેક્ટ’ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહક નાણાકીય સહાય આપવામા આવી રહી છે. આ માટે ikhedut પોર્ટલ પર ખેડુતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે.

સરદાર ન્યૂઝ:-ડાંગ
જે ખેડુતો આ યોજના અંતર્ગત ગૌમુત્ર અને છાણનો ઉપયોગ કરીને પોતાના ખેતી પાકોનું પોષણ કરે છે, તેમજ વનસ્પતિ જન્ય અર્કનો ઉપયોગ કરીને ખેતી પાકોનુ રોગ જિવાતથી રક્ષણ કરીને જેટલા વિસ્તારમા સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરે છે, તેટલા વિસ્તાર માટે તેમને પ્રતિ ગુંઠા રૂપિયા ૫૦/- મુજબ ઓછામા ઓછી ૧૦૦૦/- રૂપિયા અને વધુમા વધુ ૧૦૦૦૦/- રૂપિયાની રોકડ સહાય ખેડુતોને તેના બેંક ખાતામા જમા આપવામા આવે છે.
 આ ખેડુતો રવિ સીઝનમા જેટલા વિસ્તારમા ખેતી પાકો વાવશે, અને પ્રાકૃતિક ખેતી કરશે તેમને તેટલા વિસ્તાર માટે રવિ સીઝનમા ફરીથી આજ પ્રમાણે સહાય ચુકવવામા આવશે.
આ માટે ૧૬૦૦૦ જેટલા ખેડુતોની અરજીઓ આત્મા પ્રોજેક્ટની કચેરીને મળી છે. જે પૈકી ૮ર૬૮ ખેડુતોને રૂપિયા ૪પ૬.૦૦ લાખની સહાય ચુકવવામા આવી છે. બાકીના ખેડુતોને સહાય ચુકવવા માટે અરજીઓની ચકાસણીનુ કામ ચાલી રહ્યું છે.
આ સિવાય પ્રાકૃતિક કૃષિ માટે જિલ્લાના ૩૦૨૨ ખેડુતોને ગાય નિભાવ ખર્ચમા મહીને ૯૦૦/- રૂપિયા સહાય પણ આપવામા આવે છે.
 ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આધુનિક જૈવ તાંત્રિકતાની તાલીમો ‘આત્મા પ્રોજેક્ટ’ મારફત આપવામા આવી છે. જિલ્લાની તમામ ૭૦ ગ્રામ પંચાયત કક્ષાએ ત્રણ ત્રણ વાર અલગ અલગ ગામોમા તા.૧૩/૦૭/૨૦૨૧ થી તા.૧૬/૦૯/૨૦૨૧ દરમ્યાન કુલ ૨૧૪ તાલીમો કરીને ૧૧૭૪૨ ખેડુતોને તાલીમ આપવામા આવી છે.

 રાજ્યના અન્ય જિલ્લાના પ્રાકૃતિક ખેતી જિલ્લા સંયોજકો કે જેઓ પોતે ધણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે ,છે તેઓને ડાંગ જિલ્લામા બોલાવીને ચાર ચાર દિવસ રોકાઇને ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમો આવી છે.

 આ કામે રાજ્યના કુલ ૪૮ ચુનંદા પ્રાકૃતિક કૃષક મિત્રોએ ડાંગ જિલ્લાની મુલાકાત કરીને પોતાની સેવાઓ આપી છે. જેઓપણ ‘પ્રાકૃતિક ડાંગ’ અભિયાન માટે ચાલતી કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા.
         

 પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થા માટે તાલુકાવાર એક એક ખેડુત સંઘ  (FPO) બનાવવામા આવ્યા છે. જિલ્લાના વધઇ-સાપુતારા પર્યટન રોડ પર ત્રણ એગ્રી મોલ બનાવીને તેનુ સંચાલન FPO ને સુપ્રત કરીને, પ્રાકૃતિક ખેત પેદાશોના વ્યાજબી ભાવો ખેડુતોને અપાવવાનુ રાજ્ય સરકારનુ આયોજન છે.
 આગામી દિવસોમા જિલ્લાની ૭૦ ગ્રામ પંચાયત પ્રમાણે ૭૦ પ્રાકૃતિક ખેડુત સમુહો બનાવીને GOPCA મારફતે APEDA નુ NPOP ઓર્ગેનિક સર્ટીફીકેશન કરાવવામા આવનાર છે. આ કામગીરી અને તેની દેખરેખ ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ, ગાંધીનગર દ્વારા થનાર છે. જેથી જિલ્લામાં અવનાર પ્રવાસીઓ ખાત્રીબંધ પ્રાકૃતિક ખેત પેદાશો વઘઇ-સાપુતારા રોડ પરથી ખરીદી શકે.
  
 રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાને ૧૦૦% સજીવ ખેતી હેઠળ આવરી લેવાની યોજના, અને કેન્દ્ર સરકારની પ્રાકૃતિક કૃષિ યોજના અંતર્ગત ૫૨૫૫ ખેડુતોની ૫૯૦૦ હેક્ટર જમીન, સ્થાનિક સર્વિસ પ્રોવાઇડર્સના સહયોગથી સહ ભાગીદારી બાંહેધરી વ્યવસ્થાથી સજીવ ખેતીમા પરિવર્તિત કરીને, તેના પ્રમાણપત્રો ભારત સરકારના PGS પોર્ટલ પરથી મેળવવામા આવેલ છે, તેમ ડાંગના પ્રોજેકટ ડાયરેક્ટર (આત્મા પ્રોજેકટ) શ્રી પ્રવીણ મંદાણી દ્વારા જણાવાયુ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...