ઉમરપાડા ના મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરાયું...
સુરતના ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન નવી વસાહત વિસ્તાર ના યુવા એક્શન ગ્રુપના વિજયભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
સરદાર ન્યૂઝ :-દિપક પુરોહીત(માંગરોળ)
સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી જીવન ઉપયોગ પુસ્તક,ડેલી ન્યુઝ પેપર જેવુ સાહિત્ય ગામના યુવાઓ દ્વારા ઉપરોક્ત પુસ્તકાલયમાં પુરુ પાડવામાં આવી રહ્યું છે
નવા પુસ્તકાલયમાં આજુ બાજુ વિસ્તારના યુવાનો વાંચનનો લાભ લઈ શકશે સાથે હાલના સ્પર્ધાત્મક યુગમાં ટકવા માટે સતત વાચન ખુબ જરૂરી છે,
આપણા લક્ષ્યને નક્કી કરીને જાગ્યા ત્યાથી સવાર એવું માની આપણે વાંચન કાર્ય ને આગળ વધારવુ પડશે આ સમયે આગેવાનો દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
Comments
Post a Comment