ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ભાઈ ગાવીતના સહયોગ થી 400થી વધુ આદિવાસીઓને સપ્તસૃગી માતા મંદિરનું દર્શન કરાવ્યા...

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાંવીતના સહયોગ થી સિલોટમાળ,કુંડા, અને સુસરદા ગામના 400 થી વધુ આદિવાસી ભાવિકોને સપ્તસૃગી માતા મંદિરનું દર્શન કરવા  2 ખાનગી અને 4 એસટી બસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવતા ભાવિકોએ મંગળભાઈ ગાવીતની કામગીરીને બિરદાવી છે.

સરદાર ન્યૂઝ:-ડાંગ-આહવા
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સિલોટમાળ,કુંડા, સુસરદા ગામના 400 થી વધુ આદિવાસી ભાવિક ભક્તો દ્વારા કોરોના મહામારીમાં કોઈ દેવ દર્શને જઈ શક્યા ન હતા,
જેથી તેઓએ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીત ને દેવદર્શન ની ઈચ્છા જણાવતા મંગળભાઈ ગાંવીતે આ વિસ્તારના 400 જેટલા આદિવાસી ભાવિક ભક્તો ને મહારાષ્ટ્રના સપ્તશૃંગી માતા મંદિર અને ગિરિમથક સાપુતારા માટે  બે લક્ષઝરી અને ચાર એસટી બસ,જીપ અને ટેમ્પો ની વ્યવસ્થા કરી આદિવાસી ઓને દર્શન કરાંવી માનવતાની મહેક ફેલાવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત ની કામગીરી ને જિલ્લાભર માં વખાણી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...