માંગરોળ ના આંબાવાડી ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં યુવક ને અજાણ્યા ઈસમો એ પેટ અને છાતીમાં ચપ્પુના ત્રણ ઘા ઝીંકી દીધા....
અજાણ્યા ૩ થી ૪ હુમલા ખોરો ફરાર થઈ ગયા...
SARDAR NEWS રિપોર્ટર:-દિપક પુરોહિત
પોલીસે લગ્ન સમારંભ યોજનાર વિરુદ્ધ કોરોના ગાઈડ લાઈન ભંગ ગુનો નોંધાયો...
વાંકલ...સુરત ના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ માં નાચવા બાબતે થયેલા ઝઘડા માં અજાણ્યા ત્રણ યુવકોએ તિક્ષણ હથિયાર ચપ્પુ વડે એક યુવક પર હુમલો કરી ચપ્પુના ત્રણ ઘા ઝીંકી ફરાર થઈ જતા આ ઘટનાથી લગ્નના આનંદ ઉત્સવ ના પ્રસંગમાં સોપો પડી ગયો હતો ..
ઇજા ગ્રસ્ત યુવકને તાત્કાલિક સુરત ખાતે સારવાર માટે લઇ જવાયો છે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લગ્ન પ્રસંગ યોજનાર વિરુદ્ધ કોરોના ગાઇડ લાઇન ભંગ હેઠળ ગુનો નોંધ્યો હતો
પોલીસે લગ્ન સંભારમ યોજનાર વિજયભાઈ ગોનજીભાઈ ચૌધરી દ્વારા 400 માણસ ની મંજૂરી લઈ 600થી વધુ માણસો લગ્ન સમારંભમાં ભેગા કરી વૈશ્વિક મહામારી કોવિડ 19 નિયમો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનીટાઇઝર ની વ્યવસ્થા નહીં કરી ભંગ કરતા તેમની વિરુદ્ધ માંગરોળ પોલીસ ગુનો નોંધ્યો.
રિપોર્ટર:-દિપક પુરોહિત
Comments
Post a Comment