માંગરોળ તાલુકામાં રૂા.૧ ક૨ોડથી વધુ ૨કમના વિકાસના કામોનું ધા૨ાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત / લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...
વાંકલ સાંઈ મંદિર ખાતે પંચશીલ કુટિર 25લાખના ખર્ચે બનાવવામાં આવશેતેનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું...
સરદાર ન્યૂઝ:-દિપક પુરોહિત (માંગરોળ)
વાંકલ સ્ટેશન ફળિયામાં સીસી રોડ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલા રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું
સુરતના માંગરોળમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ના હસ્તે એક કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું
૧૫૬માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે ભીલાવાડા–હ૨સણી-નાનીપારડી રોડનું ખાતમુહુર્ત રૂા.૬૦ લાખ, વાંકલ ગામે સાંઈ મંદિર પાછળ પંચશીલ કુટીર રૂા.૨૫ લાખ તથા વાંકલ ગામે સ્ટેશન ફળીયામાં સી.સી. રોડનું કામ રૂા.૫. લાખ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ ખાતે અદ્યતન સુવિધા વાળી એમ્બ્યુલન્સનું લોકાર્પણ રૂા.૧૨.૯૦ લાખ મળી કુલ રૂા.૧૦૨.૮૦ લાખનું લોકાર્પણ ખાતમુહુર્ત ક૨વામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત જિલ્લા મહામંત્રી દિપકભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત,તાલુકા પંચાયત સભ્ય ભુમિબેન વસાવા, તૃપ્તિબેન મૈસુરીયા, ડો. યુવરાજસિંહ સોનારીયા, આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Comments
Post a Comment