વાંકલ ની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં વિકલાંગ સહાય વિનામૂલ્યે કેમ્પ યોજાયો...
૮૬ જરૂરીયાત મંદ વિકલાંગો એ કેમ્પનો લાભ લીધો.
સરદાર ન્યૂઝ:-દિપક પુરોહીત માંગરોળ
સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં કાર્યરત લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલા વિકલાંગ સહાય કેમ્પનો લાભ વિસ્તારના ૮૬ જેટલા જરૂરિયાત મંદ વિકલાંગો એ લીધો હતો
સુરત માનવ સેવા સંઘ છાયડો સંસ્થા અને શ્રી ચંદુલાલ અંબાલાલ શાહ વડાવલી વાળા પરિવાર ના સૌજન્યથી ગ્રામ્યવિસ્તાર માં ઉપરોક્ત વિકલાંગ સહાય કેમ્પનું વિનામુલ્યે આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું ઉપરોક્ત વિકલાંગ સહાય કેમ્પમાં કૃત્રિમ અંગો ની માપણી કરવામાં આવી હતી તેમજ ટ્રાયસીકલ,કાનની બહેરાશ નું મશીન,વહીલચેર અનેક પ્રકાર ના વિકલાંગોને જરૂરિયાત મુજબની મદદ માટે નું આયોજન કરવામાં આવ્યું હતું લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ સિરીષભાઈ નાયક, કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ,પ્રવીણભાઈ દેસાઈ,ડો દા મજી ભાઈ બારયા,સ્ટાફ સહિતના સેવાભાવી આગેવાનો એ કેમ્પમાં સેવા પૂરી પાડી સહયોગ આપ્યો હતો
Comments
Post a Comment