પંચમહાલના ગોધરામાં આવેલ કાછીયાવાડ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
પંચમહાલના ગોધરામાં આવેલ કાછીયાવાડ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ નવા સોંગ, નવા સ્ટેપ્સ સાથે નવયુવાનોથી લઇ નાના ભૂલકાઓ મન મૂકી ઝૂમ્યા ગોધરાના કાછીયાવાડ યુવક મંડળના આયોજક સતીષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રથમ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી માત્ર નવયુવાનોને ગરબા રમાડવામાં આવે છે, ત્યારબાદ 12 વાગ્યાથી 2 વાગે સુધી યુવતીઓથી લઈ મહિલાઓને રમડવામાં આવે છે જેના કારણે ગરબામાં રમઝટ જામે છે. નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાછીયાવાડ યુવક મંડળમાં નવયુવાનોથી લઈ નાના નાના ભૂલકાઓ પણ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. ગોધરા શહેરમાં આવેલ કાછીયાવાડ યુવક મંડળના નવયુવાનો દ્વારા નવરાત્રિનો રમઝટ જમાવી હતી.