મોરવા (રેણા) ગામે પાનમ કેનાલના પાંખીયા નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

મોરવા (રેણા) ગામે પાનમ કેનાલના પાંખીયા નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને બાતમી મળેલ હતી કે ખરોલી ગામના બારીઆ ફળીયામાં રહેતો મનોજભાઇ મંગળભાઇ બારીઆ નાનો તેની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ.17.CB.6506 ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ મોરવા રેણા ચોકડી થઇને ઉજડા તરફ જનાર  છે જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ તથા  પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોને બાતમી આધારે વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરેલ જેથી સર્વેલન્સ ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના ક્વાટરીચા નંગ-૨૪૦ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા મોટર
સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦/- કુલ મળી કિં.રૂ.૪૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડયો હતો તથા મનોજભાઈ મંગળભાઈ બારીઆ રહે.ખરોલી બારીઆ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...