ગોધરા એલ.સી.બી. પોલીસે વણાંકપુર ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી અશોક લેલેન્ડ ટ્રક માંથી વિદેશી દારૂની ૨૯૬ પેટીઓ સહિત આંતરરાજ્ય ત્રણ ખેપીયાઓને ઝડપી પાડયા
ગોધરા એલ.સી.બી. પોલીસે વણાંકપુર ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી અશોક લેલેન્ડ ટ્રક માંથી વિદેશી દારૂની ૨૯૬ પેટીઓ સહિત આંતરરાજ્ય ત્રણ ખેપીયાઓને ઝડપી પાડયા
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓ જરૂરી કાર્યવાહી કરતા . તા .૧૧ / ૦૯ / ૨૦૨૨ શ્રી પી.એન. સીંગ પોલીસ ઇન્સ્પેકટર લીવ રીર્ઝવ ગોધરા નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ ટ્રક નંબર એચ.આર .૪૫ સી . ૮૭૭૩ ની બંધ બોડીમાં સફેદ પાવડરની મીણીયાની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી અશોક લેલેન્ડ ટ્રકનો ચાલક વહન કરી લઇ દાહોદ તરફથી રવાના થયેલ છે અને તે વડોદરા તરફ જનાર છે તેવી મળેલ બાતમી આધારે શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટ એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ગોધરા તાલુકાના વણાંકપુર ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરાવતા બાતમી મુજબનુ અશોક લેલેન્ડ ટ્રક નંબર એચ.આર .૪૫ સી . ૮૭૭૩ ને તેના ચાલક તથા બીજા બે ઇસમોને પકડી પાડી અશોક લેલેન્ડ ટ્રકમાં તપાસ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ ( ૧ ) જશર્વીન્દરસિંહ તરલોચનસિંહ શીખ રહે . રસુલપુર પોસ્ટ મારવા ખુર્દ થાના બીલાસપુર જી . ચમુનાનગર હરીયાણા ( ર ) નરેન્દ્રકુમાર રાજપાલ રાજપુત રહે . ગીસરપુરી પોસ્ટ બીલીપુર જાટાન તા.ઇન્દ્રી જી . કરનાલ રાજય , હરીયાણા કુલ્લે રૂ .૨૦,૪૯,૭૧૮ / ( ૩ ) મુકેશ સાવરમલ જાટ રહે . ચારણકીધાણી પરસરામપુરા થાણા નવલગઢ તા.નવલગઢ જી . જુજનું રાજય . રાજસ્થાન વોન્ટેડ આરોપીનુ નામ ( ૧ ) માંગીલાલ ઉર્ફે ગોર્વધન પ્રભુલાલ પાલીવાલ રહે . ચાટીયાખેડી તા.ગોગુંદા જી . ઉદેપુર રાજય રાજસ્થાન
Comments
Post a Comment