પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો...
પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો.
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને પંચશીલ એસ.આઇ.કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પંચમહાલ ચુંટણી અધિકારીશ્રીની કચેરીમાંથી નાયબ મામલતદાર મનીષાબેન પટેલ,ભાવનાબેન પટેલ અને સાગરભાઈ રાણા હાજર રહીને કોલેજના વિદ્યાર્થિઓને નવા ચૂંટણીકાર્ડ બનાવવા તેમજ જૂના ચૂંટણી કાર્ડ માં સુધારા કરવા અને EVM મશીન નો જીવંત પ્રયોગ બતાવવામાં આવ્યો .
આ કાર્યક્રમમાં કોલેજમાં આચાર્યશ્રી ડો.વિનોદભાઇ પટેલીઆ તથા NSS નાં પોગ્રામ ઓફિસર કિરણકુમાર બારીઆ હાજર રહ્યા હતા.સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પણ વિદ્યાર્થીઓને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જોડાવવા આહવાન કર્યું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રતીકકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું.
Comments
Post a Comment