બારડોલી નગર પાલિકા ખાતે પી એમ સ્વનિધિ યોજના અંતર્ગત મિટિંગ નું આયોજન કરાયું હતું.
બારડોલી નગર પાલિકા ખાતે પી એમ સ્વનિધિ યોજના અંતર્ગત મિટિંગ નું આયોજન કરાયું હતું. જેમાં 35 જેટલા શ્રમજીવી ઓ ને અપાયેલ લોન ના વેન્ડિંગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી
સુરત જિલ્લા ના બારડોલી નગર પાલિકા ખાતે એક અગત્ય ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી પાલિકા ના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરાયું હતું. નગર માં ફરી ફરી ને વેચાણ કરતા નાના લોકો ને મદદ થાય એ હેતુ સાથે યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રથમ 10 હજાર ની લોન આપવામાં આવે છે. પૂર્ણ થયાં બાદ 20 હજાર ની અને ત્યાર બાદ 50 હજાર સુધી ની લોન આપવામાં આવે છે.
કોરોના કાળ બાદ રોજગારી ગુમાવી ચૂકેલા પરિવારો , શ્રમજીવીઓ માટે યોજના શરૂ કરાઇ હતી. અને આ યોજના નો જે લાભાર્થીઓ એ લાભ લીધો છે
એવા 35 જેટલા લાભાર્થીઓ ને આજે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પાલિકા ના સમાજ કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ સરલા બેન રાઠોડ , પાલિકા પ્રમુખ ફાલ્ગુની બેન દેસાઈ , ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સથી નગર સેવકો ના હસ્તે તમામ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
Comments
Post a Comment