પંચમહાલ-ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીક થી મહીન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ રજી.નં. GJ.20.X.1537 માં ગેરકાયદેસર રીતે ભરેલ ખેરનાં લાકડાના ટુકડા નંગ -૨૦ કિ.રૂ .૭૫,૦૦૦ / - નો મુદ્દામાલ પકડી પાડતી શહેરા પોલીસ

પંચમહાલ-ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીક થી મહીન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ રજી.નં. GJ.20.X.1537 માં ગેરકાયદેસર રીતે ભરેલ ખેરનાં લાકડાના ટુકડા નંગ -૨૦ કિ.રૂ .૭૫,૦૦૦ / - નો મુદ્દામાલ પકડી પાડતી શહેરા પોલીસ

સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ સખત નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.સી.ખટાણા સાહેબ નાઓએ હ્યુમન સોર્સીસનો વધુર્મા વધુ ઉપયોગ કરી તેમજ સખત નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ જરૂરી માર્ગદર્શન તેમજ સુચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને તેમના અંગત ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શહેરા ઢાકલીયા રોડ ઉપર મસ્જીદની નજીક એક સફેદ કલરની પીક - અપ ગાડી નં . GJ.20.X.1537 ના ડાલાના ભાગે પીળા કલરની તાડપત્રી ઢાંકી કંઇક ભરેલું સંતાડી મુકેલ હોવાની મળેલ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તેમજ અન્ય પોલીસ માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી કાયદેસર કરવા સુચના કરેલ . 
જે અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં શહેરા - ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીક એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો મેકસી ટ્રક પ્લસ ( પીક - અપ ) ગાડી રજી.નં. GJ.20.X.1537 ના પાછળના ડાલાના ભાગે પીળા કલરની તાડપત્રી ઢાકેલ શંકાસ્પદ હાલતમાં મુકેલી જણાતા સદર વાહનમાં ઢાંકેલ તાડપત્રી ખોલી જોતાં તેમાં ખેરના લાકડાના ટુકડા નંગ -૨૦ આશરે કિં.રૂ .૭૫,૦૦૦ / - નો મુદ્દામાલ ભરેલ મળી આવેલ હોય સદર વાહનની આજુબાજુ તપાસ કરતાં કોઇ માણસો હાજર નહી મળી આવતાં સદર પીક - અપ ગાડીમાં ગેરકાયદેસર રીતે ખેરનાં લાકડા ભરેલાં મળી આવેલ હોય સદર વાહનને શહેરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ શહેરા ( નોર્મલ ) રેન્જ ફોરેસ્ટ ઓફીસે સોંપવા તજવીજ કરેલ છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...