પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, કુલ ૮૬૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ

પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, કુલ ૮૬૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ...

સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ
આજ રોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો હતો. આ સેવા સેતુમાં કુલ ૮૬૦ અરજીઓ મળેલ હતી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ડિવમિંગની ૨૭૮ અરજીઓ, હેલ્થ એન્ડ વેલનેસને લગતી ૨૨૮ અરજીઓ, ૧૦૯ મેડિસિન, આધારકાર્ડને લગતી ૬૦ અરજીઓ, ઘરેલુ નવા વીજ જોડાણને લગતી ૩૯ અરજીઓ, રેશનકાર્ડને લગતી ૬૨ અરજીઓ સહિત વિવિધ પ્રમાણપત્રો/અરજીઓ મળીને કુલ ૮૬૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આજના આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના સબંધીત અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહીને તમામ અરજીઓનો નિકાલ કરાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૧૬ ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને યોજનાકીય માહિતી, દાખલાઓ, પ્રમાણપત્રો તથા સરકારી લાભો મેળવ્યા હતા.
આજના આ પ્રસંગે ઘોઘંબા તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી રંગેશ્વરી રાઠવા, ઉપપ્રમુખ શ્રી છેલુભાઈ રાઠવા , સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શીતલબેન જાદવ,જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી પરોલી ગ્રામ પંચાયત, મામલતદારશ્રી ઘોઘંબા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...