કાલોલ તાલુકાના અલાલી ગામેથી બાવન ગજની ધજા સાથે અંબાજી જવા માટે પગપાળા સંઘ રવાના

કાલોલ તાલુકાના અલાલી ગામેથી બુધવારે વહેલી સવારે ગામના જય અંબે યુવક મંડળ દ્ધારા અંબે માતાજીના રથ સાથે આયોજિત પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું. 
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ

જય અંબે યુવક મંડળ દ્વારા પાછલા પાંચ વર્ષથી પગપાળા અંબાજી માતાજીના દર્શને જાય છે

એ પરંપરા મુજબ બાવન ગજની ધજા અને માતાજીનો રથ બનાવવાની પુર્વ તૈયારીઓ અલાલી સહિત આજુબાજુના ચોરાડુંગડી, કાતોલ અને મેદાપુર ગામના પણ ભાવિભક્તો સાથે ૮૦-૮૫ યાત્રાળુઓ જોડાયા હતા.

 જેના આયોજન મુજબ પગપાળા નીકળતા સંઘને બુધવારે વહેલી સવારે સંઘના પ્રસ્થાન સમયે એરાલના અગ્રણી નેતા કૃષ્ણકાંત પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ માતાજીના રથની આરતી ઉતારી શુભેચ્છાઓ પાઠવી ‘બોલ મારી અબે ,જય જગદંબે ‘ના નાદથી સંઘયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અલાલી ગામેથી નિકળેલા પગપાળા સંઘના યાત્રાળુઓ આઠ દિવસનો પ્રવાસ ખેડીને અંબાજીધામ પહોંચી ભાદરવાની પૂર્ણિમાએ માતાજીને ધજા ચઢાવી માતાજીના દર્શન કરીને પરત ફરશ

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...