Posts

Showing posts from May, 2022

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...

Image
પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના ચલાલી ગામે નર્મદાના પાણી માટે સાત દિવસ થી વલખા મારી રહ્યા હતા ત્યારે આજે પાણી આવ્યું ત્યારે આડેધડ પાણી નો બગાડ થઈ રહ્યો છે... સરદાર ન્યૂઝ:- તુષારસિંહ ચૌહાણ પંચમહાલ ચલાલી ગામમાં પાણી આવતું નથી ત્યારે માત્ર ત્રણ બોર મોટર ઉપર નિર્ભર ત્યાંથી પાણી પ્રાપ્ત કરે છે ચલાલી ગામમાં ગણા બોર કરેલ છે તેમાં પંપ કે મોટર નાખવામાં આવે તો નર્મદા નું પાણી ના આવે તો બીજા વિકલ્પ તરીકે ત્યાંથી પણ પાણી ભરી શકે, નર્મદાનું પાણી સાત દિવસ થી ના આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ચલાલી માં નર્મદાનું પાણી આવ્યું ત્યારે આડેધડ બગાડ ?? આડેધડ પાણી નો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત શું પગલાં લે શે ? લાખોના ખર્ચે બનેલ પાણી સંપ પાસે હોજ સોભાના ગાઠિયા સમાન,  જો તે હોજ ભરવામાં આવે તો પાણીની ઘણી તકલીફ છે તે દૂર થઈ શકે છે  હોજ માં મુંગા પશુઓ પાણી પી શકે છે અને કપડાં ધોવા માટે પણ ઉપયોગ થઈ શકે છે  ચલાલી ગ્રામ પંચાયત નર્મદાના પાણી ઉપર નિર્ભર રેહતા સાત દિવસ થી ચલાલીના ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે  ચલાલી ગ્રામ પંચાયતમાં જો બીજા વિકલ્પ ત...

ટ્રેક ઉપર ફૂલ સ્પીડે દોડતી સરિતા ગાયકવાડે ફૂલ સ્પીડમાં ગાડી દોડાવી પિતાનો જીવ બચાવ્યો...

Image
દીકરી એટલે વ્હાલનો દરિયો એમજ નથી કહેવાતું સતત 5 દિવસ મારી સેવા કરી : લક્ષમણ ભાઈ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ (Dang)ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ ને આજે કોણ નથી ઓળખતું, સરિતા નું નામ આવે એટલે આપણને એશિયન ગેમ્સમાં દોડતી એ સરિતા યાદ આવી જાય, પણ આજે આપણે દોડવીર સરિતા ની નહિ પણ લાગણીશીલ સરિતાની વાત કરવાના છીએ, ડાંગ ના આદિવાસી માટે ભોળા શબ્દ નો પ્રયોગ વધારે થાય છે કેમકે અહીંયા ના લોકો પદ કે પ્રતિષ્ઠા માં ગમે તેટલા મોટા હોય તેમછતાં તેઓ સામાન્ય જીવન જીવતા હોય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ્યાના આટલા વર્ષો બાદ પણ આજે સરિતા ગાયકવાડ એજ સામાન્ય જીવન જીવે છે, માત્ર સામાન્ય જીવન જીવે છે એટલુંજ નથી પણ પોતાના વિસ્તારમાં રહેતા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ પણ કરી રહી છે. પોતાની દીકરી માટે વાતો કહેતા તેના પિતા લક્ષમણભાઈ ગાયકવાડની આંખ ભરાઈ આવે છે. વાત એમ છે કે ગત સપ્તાહે સાંજના સમયે ઘરના આંગણામાં પડી જતા સરિતાના પિતા લક્ષમણ ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી, માથાની એક નસ ઉપર ઇજા થવાથી એટલું લોહી વહી રહ્યું હતું કે તાત્કાલિક સારવાર ન મળે તો કાંઈ પણ થઈ શકે, જોગાનુજોગ...

સુરતના કાપોદ્રા માં બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં થયું ગરકાવ...

Image
ચેતનાબેન ગજેરાનું મગજ ગરમીના દિવસોમાં બરાબર કામ કરતું ન હોવાથી પગલું ભર્યાનું પોલીસનું અનુમાન પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર-સુરત સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના બે વર્ષના બાળક સાથે ગરમી નીકળી ગયા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી જોકે પોલીસને ઘટનાની જાણ થતા પરિણીતા અને તેના પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમનું કરૂણ મોત થયું હતું છતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ પરિવાર નું માનવું છે કે ગરમીના દિવસોમાં મગજ બરાબર નહી રહેતા આ પ્રકારનું પગલું ભર્યું છે... સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડપ્યા સર્કલ નજીક એક મહિલા તેના બે વર્ષના બાળક સાથે જેવી દવા પીધેલી હાલતમાં બેભાન અવસ્થામાં પડેલી હતી ઘટનાની જાણ થતા સ્થાનિકો સમયે ઝડફિયા સર્કલ પાસે ધણા લોકો એકત્ર ગયા હતા. ઘટનાની જાણકારી લોકોએ કાપોદ્રા પોલીસને આપતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યારે મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મહિલાના મોત બાદ આજે  વહેલી સવારે બાળકનું સાર...

સુરતના ઉનમાં ફ્રૂટના વેપારી હાથની નસ કાપી તડીપાર સાથે પિક પોકીટીંગ કરતા ઇસમે સાગરિકો સાથે કરી યુવાન ની હત્યા...

Image
મરનાર યુવક અને મરનાર યુવક ત્રણ વર્ષથી હતા મિત્ર મરનાર ઈસમ ની ગેગમાં પિક પોકીટીંગ કરવાની ના પાડી ગેગ છોડતા યુવક હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત સુરતના ઊન ભીંડી બજાર વિસ્તારમાં જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી કરપીણ હત્યા મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી મનહર યુવકને મારનાર યુવક બન્યું છેલ્લા ત્રણ વર્ષથી મિત્ર હતા હત્યા કરનાર મુખ્ય તડીપાર કરવામાં આવ્યો હતો અને પોતાના વિસ્તારમાં યુવકો અને પાકીટ ચોરી કરવાની ટ્રેનિંગ આપતા હોય તો મરનાર યુવક આ ગેગનો સભ્યો હતો પણ આ ગેગ છોડી દેતા ફરી ગેગમાં જોડાવા  માટે દબાણ કરવામાં આવ્યું હતું   યુવકે આવવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવ્યા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે  સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે તેવામાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાનો મામલો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ડરનો માહો...

સુરત માં અમરોલી વિસ્તાર માં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ મુદ્દે લિબુ લેવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો...

Image
લારી ચાલક તેના સાગરિકો સાથે હૂમલો કરતા પોલીસે 3 લોકો ની કરી ધરપકડ.... સરદાર ન્યુઝ:-અક્ષય વાઢેર-સુરત લિબુ ભાવ જે રીતે વધી રહિયા છે તેને લઇને તેની ચોરી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવ ને લઇને લિબુ વેંચતા અને ખરીદી કરવા આવેલા યુવાન વચ્ચે માથા કુટ થતા લિબુ ખરીદી કરવા આવેલ યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા યુવાન ગંભીર ઇજા થવા પામી હતી જોકે પોલીસે આ મામલે હત્યા ના પ્રયાસ ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લીંબુના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને લીંબુ હવે સોના કરતાં મોંઘુ બજારમાં વેચાઇ રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં લીંબુની વાડીમાં લીંબુની ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે લીંબુ ખરીદી કરવા ગયેલા યુવાન પર લીંબુ વેચનાર વ્યક્તિ સાથે ભાવને લઇને થયેલી માથાકૂટ બાદ લીંબુ વેચનાર વ્યક્તિએ તેના સાગરીતો સાથે ખરીદી કરવા આવેલા યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છેસુરત ના અમરોલીના છાપરાભાઠા રોડ સ્થિત ગણેશપુરા પાસેની મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ કરમતભાઇ શેખ દલાલીનો વ...

2000 રૂપિયાના કમિશનની લાલચ માં હીરા દલાલને નકરી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો...

Image
ઠગ યુવક અજિઝ શેખએ ૫૦ હજારના હીરા બતાવી 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા જોકે હીરા દલાલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર-સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત માં ડાયમંડ ના વેપારમાં છેલ્લા લાંબા સમયથી ઠગાઈ કરવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે વેડરોડ વિસ્તારના હીરાદલાલ એક ઠગ નકલી હીરા પધરાવી ઘટ્યો 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા જોકે આ હીરા દલાલ એ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે 2000 રૂપિયા કમિશનની લાલચ માં આવીને નકલી હીરા પધરાવતો હોવાને લઇને  પોલીસે તેની ધરપકડ કરી છે મૂળ ભાવનગરના પાલીતાણા ના વતની અને હાલમાં કામરેજ ખાતે આવેલા ખોલવાડ ની અમૃતકુંજ  સોસાયટીમાં રહેતા જયસુખભાઇ કાકડીયા વેડરોડ ખાતે આવેલ પ્રભુ નગર માં શ્રી શમળાજી મેટલ નામની દુકાન ધરાવે છે ગત 28 મી એપ્રિલ ના રોજ અજિઝ શેખ નામનો યુવાન તેમની દુકાને આવ્યો હતો અને પોતાની પાસે પાંચ કેરેટ હીરા વેચવાની વાત કરી હતી જોકે જયસુખભાઇ 50000 ન હોવાની વાત કરતાં આગ સામે ૩૭ હજાર આપી દેવાની વાત કરી હતી જેને લઇને જીતુભાઈ આ વખતે ૩૭,૦૦૦ કરી દીધા હતા જેમાં રૂપિયા લઈને આવી શાંતિ જતા ર...

સુરત સહિત આજુબાજુના વિસ્તારમાં 400 નેટવર્ક ચલાવતા લાલા ચદ્દરને સપ્લાયના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો...

Image
કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો 53 વર્ષીય યુનુસ શેખ સુરતમાં વોન્ટેડ જાહેર થયા બાદ જુદાજુદા શહેરોમાં ફરતો હતો... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર(સુરત) સુરતમાં ચાલતા નશાના કારોબાર નેતા અને નાબૂદ કરવા માટે સુરત પોલીસે લાંબા સમયથી કમર કસી ની કામગીરી કરી રહી છે ત્યારે સુરત( Surat )આજુબાજુના વિસ્તારમાં સરસ નેટવર્ક ચલાવતા કુખ્યાત લાલા ચદ્દરને ચરસ આપવાના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ પ્રૌઢને સુરત એસઓજીએ નાસિકના વડાલા ગામથી ઝડપી લીધો હતો. કૌટુંબિક ઘોડા અને બગ્ગીના ધંધાની સાથે ચરસ વેચતો 53 વર્ષીય યુનુસ શેખ સુરતમાં વોન્ટેડ જાહેર થયા બાદ પોલીસથી બચવા સતત ઘર બદલીને જુદાજુદા શહેરોમાં રહેતો હતો જોકે સુરત પોલીસ મોટી સફળતા મળી છે સુરત સહિત આજુબાજુના જીલ્લાઓમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને નશાના કારોબાર મેં તોડી પાડવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ કારોબાર કરતા લોકોને ઝડપી પાડી જેલ માં મોકલવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૧માં પોલીસ ની પરીક્ષા માંથી 91200 રૂપિયાનું 912 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ સમયે અબ્દુલ રઝાક ઉર્ફે લાલા ચદર વસીમ ...

હીરાઉદ્યોગમાં રશિયાની હીરાની રફના અભાવે વેપાર ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યો છે....

Image
સામાન્ય રીતે ઉનાળામાં કેટલાક હીરા એકમોમાં એક અઠવાડિયાનું વેકેશન રાખવામાં આવે છે પરંતુ હાલ રફ ડાયમંડના અભાવે બે અઠવાડિયા સુધીનું વેકેશનની હીરાઉદ્યોગકારોએ જાહેરાત કરી છે... સરદાર ન્યૂઝ:-(અક્ષય વાઢેર.સુરત) રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે રશિયા પર મુકાયેલા પ્રતિબંધને લીધે છેલ્લા દોઢ મહિનાથી અલરોસા માઇન્સથી રફની સપ્લાઇ બંધ છે. અલરોસા માઇન્સમાંથી નીકળતા હીરા સુરતના હીરાઉદ્યોગમાં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારો પાસે રહેલા સ્ટોકને લીધે ઉત્પાદન ચાલુ હતું પરંતુ હવે સ્ટોક સમાપ્ત થતા હીરાઉદ્યોગકારોને મુશ્કેલી નડી રહી છે. સુરતમાં ૩૦ ટકા રફ ડાયમંડ રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે,  પરંતુ હવે ઇમ્પોર્ટ બંધ થતા હીરાઉદ્યોગકારોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારોએ તેમની પાસે પડેલા સ્ટોકના આધારે કામના કલાકો ઘટાડીને અને અઠવાડિયામાં બે રજાઓ કરીને પણ કારખાનાઓ ચાલુ રાખ્યા હતા. પણ હવે સ્ટોક ખૂટતા હીરાઉદ્યોગકારો મુંઝાઇ રહ્યા છે. સ્કૂલોમાં પણ વેકેશન હોવાથી કેટલાક કારખાનેદારોએ બે અઠવાડિયાની તો કેટલાક ૧૦થી ૧૨ દિવસ વે...

હીરાઉદ્યોગમાં રશિયાની હીરાની રફના અભાવે વેપાર ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યો છે....

Image
સામાન્ય રીતે ઉનાળામાં કેટલાક હીરા એકમોમાં એક અઠવાડિયાનું વેકેશન રાખવામાં આવે છે પરંતુ હાલ રફ ડાયમંડના અભાવે બે અઠવાડિયા સુધીનું વેકેશનની હીરાઉદ્યોગકારોએ જાહેરાત કરી છે. સરદાર ન્યૂઝ:-(અક્ષય વાઢેર.સુરત) રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે રશિયા પર મુકાયેલા પ્રતિબંધને લીધે છેલ્લા દોઢ મહિનાથી અલરોસા માઇન્સથી રફની સપ્લાઇ બંધ છે. અલરોસા માઇન્સમાંથી નીકળતા હીરા સુરતના હીરાઉદ્યોગમાં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારો પાસે રહેલા સ્ટોકને લીધે ઉત્પાદન ચાલુ હતું પરંતુ હવે સ્ટોક સમાપ્ત થતા હીરાઉદ્યોગકારોને મુશ્કેલી નડી રહી છે. સુરતમાં ૩૦ ટકા રફ ડાયમંડ રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે,  પરંતુ હવે ઇમ્પોર્ટ બંધ થતા હીરાઉદ્યોગકારોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારોએ તેમની પાસે પડેલા સ્ટોકના આધારે કામના કલાકો ઘટાડીને અને અઠવાડિયામાં બે રજાઓ કરીને પણ કારખાનાઓ ચાલુ રાખ્યા હતા. પણ હવે સ્ટોક ખૂટતા હીરાઉદ્યોગકારો મુંઝાઇ રહ્યા છે. સ્કૂલોમાં પણ વેકેશન હોવાથી કેટલાક કારખાનેદારોએ બે અઠવાડિયાની તો કેટલાક ૧૦થી ૧૨ દિવસ વેકે...

સુરતના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકો પાસે ટ્રાફિકનો દંડ ન કરવા કરી રજૂઆત, જાણો કેમ....

Image
વરાછા વિસ્તારમાં સામાન્ય પરિવારના લોકો રહે છે અને કોરોના બાદ તેમની આવકમાં જે રીતે ઘટાડો થયો છે... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત સુરત શહેરના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ  સુરત ટ્રાફિક ડીસીપીને પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો લોકોને દંડ નહીં કરવા માટે રજૂઆત કરી અને જો તે બાબતે ધ્યાન આપવામાં ન આવે તો પોતે રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી આપી છે. સુરત વરાછા વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગતરોજ સુરત ટ્રાફિક વિભાગના ડીસીપીને પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકોને દંડ નહીં કરવા માટે રજૂઆત કરી હતી.  જો આ બાબતે ગંભીરતાથી ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વરાછા વિસ્તારમાં સામાન્ય પરિવારના લોકો રહે છે અને કોરોના બાદ તેમની આવકમાં જે રીતે ઘટાડો થયો છે તેને લઈ તેમની સ્થિતિ હાલ કફોડી બની છે. તેવામાં નિયમોના નામે ટ્રાફિક પોલીસ જે રીતે ઉઘાડી લૂંટ કરી રહી છે તેની સતત ફરિયાદો તેમની પાસે આવી રહી છે. કોરોના કાર્ડ દરમિયાન તેઓ દ્વારા સુરત પોલીસ કમિશનર અન...

ઓલપાડ તાલુકા સહકાર ભારતીનાં સંગઠન પ્રમુખ તરીકે કિરીટ પટેલની વરણી....

Image
(ઓલપાડ તાલુકા સહકાર ભારતીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા) સરદાર ન્યૂઝ:-ઓલપાડ સુરત જિલ્લાનાં ઓલપાડ (Olpad) તાલુકામાં સહકાર ભારતીની એક બેઠકનું આયોજન બળીયાદેવ મંદિર પરિસર, સ્યાદલા ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ મંત્રી જયંતિ કેવટ, દક્ષિણ ગુજરાતનાં સંયોજક પ્રવિણ ટેલર, જિલ્લા અધ્યક્ષ રમેશ પટેલ, તાલુકા અધ્યક્ષ અરવિંદ પટેલ, તાલુકા પ્રમુખ કિરીટ પટેલ અને ઓલપાડ તાલુકા સહકાર ભારતીનાં કારોબારી સભ્યો ઉપરાંત આસપાસનાં ગામનાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં..   દક્ષિણ ગુજરાતનાં સંયોજક પ્રવિણ ટેલરે આ પ્રસંગે સંગઠન પર્વ અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે તાલુકાનાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી. જિલ્લા અધ્યક્ષ રમેશ પટેલે નવા સભ્યોની નોંધણી અંગેની માહિતી આપી હતી. પ્રદેશ મંત્રી જયંતિ કેવટે ગામડાની સહકારી મંડળીઓ, મહિલા મંડળો અને યુવક મંડળોને વધુ મજબૂત બનાવી શ્રેષ્ઠ વ્યક્તિઓને સહકારી માળખામાં લાવવા અપીલ કરી હતી. તેમણે સહકાર ભારતી એક આંદોલન બની રહ્યું છે ત્યારે 'વિના સંસ્કાર નહિ સહકાર' મંત્રને ફળિભૂત કરવા આહ્વાન કર્યું હતું. તાલુકા પ્રમુખ કિરીટ પટેલે સહકારનાં માધ્યમ દ્વાર...

સુરત ના લિબાયત પરિણીતા ને કોલ અને મેસેજ કરી અધટી માગણી કરનાર યુવકને પોલીસે ઝડપી પાડયો. ..

Image
આરોપી તનવીર મદ્રેસાના બાળકો માટે ફડ ઉપાડવાનું કામ કરતો હતો.... પકડાયેલા આરોપી રિક્ષા માંથી મળેલા મોબાઈલ અને અન્ય (whatsapp) પર મેસેજ કરીને પરિણીતાને કરતો હતો..  સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાને કોલ અને મેસેજ કરી માંગણી કરનાર યુવક વિરુદ્ધ   કંટાળીને ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો પકડાયેલો આરોપી મદ્રેસાના  બાળકો માટે ફડ ઉગ્રવાનું  કામ કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે લિંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પરિણીતાને ગત ૧૧ મી એપ્રિલે અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો . કોલ કરનારે સીધું જ પરિણીતાને જાનુ કહી સંબોધતાં તે ઉશ્કેરાઇ હતી . સામી વ્યક્તિએ આ પરિણીતાનું નામ પણ જાણતો હોવાનું અને તે પરિણીતા હોવાનો ઉલ્લેખ કરી સીધી જ શરીરસુખની માંગણી કરી હતી . પતિ બહાર જાય ત્યારે ગુપચુપ ઘરે બોલાવવાનું કહી અશ્લીલ વાતો કરતા પરિણીતાએ આ નંબરને બ્લોક કરી દીધો હતો . જોકે , વિકૃત યુવકે બીજા નંબરથી કોલ કરી હેરાનગતિ ચાલુ રાખી હતી . પરિણીતાને સ્ત્રી - પુરુષોના અશ્લીલ ફોટો મોકલી સંબંધ નહિ ...

પેજ 3 મેગેઝિન દ્વારા ધર્મેશ પટેલને 'ગુજરાતનો ગૌરવશાળી દીકરો' એવોર્ડ એનાયત....

Image
ધર્મેશ પટેલે સન્માન સાથે ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનું નામ રોશન કર્યું.... સરદાર ન્યૂઝ:-ઓલપાડ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની અને પ્રાથમિક શાળા, કોબાનાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલ સમાજમાં એક જાગૃત વ્યક્તિ તરીકે રાષ્ટ્ર પ્રત્યેની ફરજો બજાવી ગુજરાતનાં ગૌરવશાળી દીકરા સ્વરૂપે પસંદગી પામી ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે. તેમણે ગત કોરોનાકાળથી લઇ આજદિન સુધી આબાલવૃદ્ધ સૌને સ્વાસ્થ્યની સુટેવો તરફ લઈ જતા એક નવા માર્ગ પર ચાલવાની રાહ ચીંધી. માત્ર નિજ લાભ ન જોતા સમસ્ત જિલ્લાની યુવા પેઢી અને વિદ્યાર્થીઓ સમક્ષ એક દાખલો બેસાડયો. માત્ર 13 યુવા શિક્ષક અને મિત્રો મળી આરંભેલી આ ગાથા અવિરત વહેતી રહી છે.                દોડ, સાયકલિંગ, યોગ, સ્વીમીંગ , પર્વતારોહણ , ધાર્મિક જાગૃતિ માટે સભાઓ, અને વૃક્ષારોપણ જેવી સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમણે હાથ ધરી. સો ઉપરાંત ઇવેન્ટમાં વર્ચ્યુઅલ ભાગ લીધો તેમજ છેક કચ્છથી લઈ દમણનાં દરિયાકિનારાનાં વિસ્તારને આવરી લેતી જુદી-જુદી મેરેથોન પણ કરી. શાળા કક્...