સુરતના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકો પાસે ટ્રાફિકનો દંડ ન કરવા કરી રજૂઆત, જાણો કેમ....

વરાછા વિસ્તારમાં સામાન્ય પરિવારના લોકો રહે છે અને કોરોના બાદ તેમની આવકમાં જે રીતે ઘટાડો થયો છે...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર.સુરત
સુરત શહેરના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ  સુરત ટ્રાફિક ડીસીપીને પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો લોકોને દંડ નહીં કરવા માટે રજૂઆત કરી અને જો તે બાબતે ધ્યાન આપવામાં ન આવે તો પોતે રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી આપી છે.
સુરત વરાછા વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગતરોજ સુરત ટ્રાફિક વિભાગના ડીસીપીને પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકોને દંડ નહીં કરવા માટે રજૂઆત કરી હતી.  જો આ બાબતે ગંભીરતાથી ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વરાછા વિસ્તારમાં સામાન્ય પરિવારના લોકો રહે છે અને કોરોના બાદ તેમની આવકમાં જે રીતે ઘટાડો થયો છે તેને લઈ તેમની સ્થિતિ હાલ કફોડી બની છે. તેવામાં નિયમોના નામે ટ્રાફિક પોલીસ જે રીતે ઉઘાડી લૂંટ કરી રહી છે તેની સતત ફરિયાદો તેમની પાસે આવી રહી છે. કોરોના કાર્ડ દરમિયાન તેઓ દ્વારા સુરત પોલીસ કમિશનર અને સરકારને પત્ર લખી નહિ વસૂલવા રજૂઆત કરવામાં આવી હતી. તે છતાં પણ સુરત પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...