ટ્રેક ઉપર ફૂલ સ્પીડે દોડતી સરિતા ગાયકવાડે ફૂલ સ્પીડમાં ગાડી દોડાવી પિતાનો જીવ બચાવ્યો...
ડાંગ (Dang)ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ ને આજે કોણ નથી ઓળખતું, સરિતા નું નામ આવે એટલે આપણને એશિયન ગેમ્સમાં દોડતી એ સરિતા યાદ આવી જાય, પણ આજે આપણે દોડવીર સરિતા ની નહિ પણ લાગણીશીલ સરિતાની વાત કરવાના છીએ,
ડાંગ ના આદિવાસી માટે ભોળા શબ્દ નો પ્રયોગ વધારે થાય છે કેમકે અહીંયા ના લોકો પદ કે પ્રતિષ્ઠા માં ગમે તેટલા મોટા હોય તેમછતાં તેઓ સામાન્ય જીવન જીવતા હોય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ્યાના આટલા વર્ષો બાદ પણ આજે સરિતા ગાયકવાડ એજ સામાન્ય જીવન જીવે છે, માત્ર સામાન્ય જીવન જીવે છે એટલુંજ નથી પણ પોતાના વિસ્તારમાં રહેતા લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ પણ કરી રહી છે. પોતાની દીકરી માટે વાતો કહેતા તેના પિતા લક્ષમણભાઈ ગાયકવાડની આંખ ભરાઈ આવે છે. વાત એમ છે કે ગત સપ્તાહે સાંજના સમયે ઘરના આંગણામાં પડી જતા સરિતાના પિતા લક્ષમણ ભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી, માથાની એક નસ ઉપર ઇજા થવાથી એટલું લોહી વહી રહ્યું હતું કે તાત્કાલિક સારવાર ન મળે તો કાંઈ પણ થઈ શકે, જોગાનુજોગ ટ્રેનિંગ માટે મોટા ભાગે ઘર થી દુર રહેતી સરિતા વતનમાં હતી અને આજ સમયે ઘરે પહોંચી, ઘાયલ પિતાને જોતા પહેલા તો સરિતા ઘભરાઈ ગઈ પણ તુરંત પોતાની જાતને સાંભળી લઈ 108 ની રાહ જોયા વગર વાયુ વેગે પિતા ને પોતાની કારમાં લઇ ને 35 કિલોમીટર દૂર આહવા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી, આહવા સિવિલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી પિતાની સેવા કરી અને તેમને સંપૂર્ણ સ્વસ્થ કર્યા બાદ આજે પણ નાના બાળકને સાચવતા હોય તેમ પિતાની સેવા કરી રહી છે.એ સમયે દીકરી સરિતા ન હોત તો શુ થાત
સરિતાના પિતા લક્ષમણ ભાઈએ ઘટના વિશે જણાવતા કહ્યું કે, સાંજના સમયે ઘરથી બહાર નીકળી હું આંગણાં માં પહોંચ્યો ત્યાં પગ નીચે કોઈ પથ્થર જેવું આવી જતા મારા શરીરનું સંતુલન જતું રહ્યું અને હું પડી ગયો, માથામાં શુ વાગ્યું એ પણ મને ખબર નથી પણ ખૂબ લોહો વહી રહ્યું હતું, કોઈને કઈ સુજતું ન હતું એટલામાં સરિતા આવી અને મને ગાડીમાં બેસાડી ને હોસ્પિટલમાં લઈ ગઈ ત્યાં ખૂબ સેવા કરી, આજે પણ જ્યારે હું સ્વસ્થ છું ત્યારે હજુ મને ખુબ વ્હાલ કરે છે. જેમ ઘરના વડીલ નાના બાળકોની સંભાળ રાખે છે તેમ એ મારી ફિકર કરે છે. કદાચ એટલેજ દીકરી ને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળી સરિતા : ગાયકવાડ
પિતા સાથે 5 દિવસ સુધી સરકારી હોસ્પિટલમાં રહી સેવા કરી સરિતાએ કહ્યું કે મેં તો એક દીકરી ની ફરજ નિભાવી છે, પરંતુ મારા પિતાને સમયસર અને યોગ્ય સારવાર આપનાર સિવિલ હોસ્પિટલના ડોકટરો અને અન્ય સ્ટાફ ની સેવા માટે મારા પાસે શબ્દ નથી.
Comments
Post a Comment