સુરત ના લિબાયત પરિણીતા ને કોલ અને મેસેજ કરી અધટી માગણી કરનાર યુવકને પોલીસે ઝડપી પાડયો. ..

આરોપી તનવીર મદ્રેસાના બાળકો માટે ફડ ઉપાડવાનું કામ કરતો હતો....
પકડાયેલા આરોપી રિક્ષા માંથી મળેલા મોબાઈલ અને અન્ય (whatsapp) પર મેસેજ કરીને પરિણીતાને કરતો હતો.. 
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાને કોલ અને મેસેજ કરી માંગણી કરનાર યુવક વિરુદ્ધ   કંટાળીને ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો પકડાયેલો આરોપી મદ્રેસાના  બાળકો માટે ફડ ઉગ્રવાનું  કામ કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે
લિંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પરિણીતાને ગત ૧૧ મી એપ્રિલે અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો . કોલ કરનારે સીધું જ પરિણીતાને જાનુ કહી સંબોધતાં તે ઉશ્કેરાઇ હતી . સામી વ્યક્તિએ આ પરિણીતાનું નામ પણ જાણતો હોવાનું અને તે પરિણીતા હોવાનો ઉલ્લેખ કરી સીધી જ શરીરસુખની માંગણી કરી હતી . પતિ બહાર જાય ત્યારે ગુપચુપ ઘરે બોલાવવાનું કહી અશ્લીલ વાતો કરતા પરિણીતાએ આ નંબરને બ્લોક કરી દીધો હતો . જોકે , વિકૃત યુવકે બીજા નંબરથી કોલ કરી હેરાનગતિ ચાલુ રાખી હતી . પરિણીતાને સ્ત્રી - પુરુષોના અશ્લીલ ફોટો મોકલી સંબંધ નહિ રાખે તોપતિને તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપતો હતો . આખરે કંટાળીને પરિણીતાએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે અજાણ્યા સામે આઇ.ટી.એક્ટ તથા છેડતીનો ગુનો નોંધી પોલીસે  તપાસ શરૂ કરી હતી . પીએસઆઇ મસાણી અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારેઆરોપી તન્વીર આલમ સમીરૂદ્દીન શેખ ( ઉ.વ. ૨૫ , રહે . અમન સોસાયટી , મયૂર હોલ પાસે , લિંબાયત - મૂળ બિહાર ) ની ધરપકડ કરી હતી . ફંડ ઉઘરાવવા જતી વેળા પરિણીતાને જોઈ તેના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો . તેણીના ઘર પાસે આંટાફેરા મારી યેનકેન પ્રકારે નંબર મેળવી લીધો હતો .

ગૂગલ પરથી અન્યનો વોટ્સએપ ઉપયોગ કરવાનું જ્ઞાન લીધું આરોપી તન્વીર લિંબાયતની મદ્રેસાનાં બાળકો માટે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે . તન્વીરને રિક્ષામાંથી એક મોબાઇલ મળ્યો હતો . જે મોબાઇલમાં પરિચિતના ઘરે જઇ તેના વોટ્સએપનો ઓટીપી મેળવી લીધો હતો . જે વોટ્સએપ નંબર પરથી પરિણીતાને રંજાડતો હતો અને અન્ય નંબર પરથી ધાકધમકી આપતો હતો . ગૂગલ પરથી તેને અન્યના વોટ્સએપ નંબરનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની ટેકનિક જાણી હતી .

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...