સુરત માં અમરોલી વિસ્તાર માં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ મુદ્દે લિબુ લેવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો...
લારી ચાલક તેના સાગરિકો સાથે હૂમલો કરતા પોલીસે 3 લોકો ની કરી ધરપકડ....
સરદાર ન્યુઝ:-અક્ષય વાઢેર-સુરત
લિબુ ભાવ જે રીતે વધી રહિયા છે તેને લઇને તેની ચોરી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવ ને લઇને લિબુ વેંચતા અને ખરીદી કરવા આવેલા યુવાન વચ્ચે માથા કુટ થતા લિબુ ખરીદી કરવા આવેલ યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા યુવાન ગંભીર ઇજા થવા પામી હતી જોકે પોલીસે આ મામલે હત્યા ના પ્રયાસ ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
લીંબુના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને લીંબુ હવે સોના કરતાં મોંઘુ બજારમાં વેચાઇ રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં લીંબુની વાડીમાં લીંબુની ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે લીંબુ ખરીદી કરવા ગયેલા યુવાન પર લીંબુ વેચનાર વ્યક્તિ સાથે ભાવને લઇને થયેલી માથાકૂટ બાદ લીંબુ વેચનાર વ્યક્તિએ તેના સાગરીતો સાથે ખરીદી કરવા આવેલા યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છેસુરત ના અમરોલીના છાપરાભાઠા રોડ સ્થિત ગણેશપુરા પાસેની મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ કરમતભાઇ શેખ દલાલીનો વ્યવસાય કરે છે
તેમનો 21 વર્ષીય પુત્ર ઈમરાન શેખ ગત રાત્રે 9 વાગ્યાના સુમારે તક્ષશિલા સ્કૂલ સામે મધુવન શાક માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે શાકભાજીની લારી ચલાવતા જ્ઞાન જયસ્વાલ સાથે લીંબુના ભાવ બાબતે બોલાચાલી થઈ હતી.
ત્યારપછીના ઝઘડામાં જ્ઞાન જયસ્વાલે સાથી આનંદ જયસ્વાલ અને તેના ભાઈ સાથે મળીને ઈમરાન શેખ પર છરી વડે હુમલો કર્યો હતો.જેને લઈને લીંબુ ખરીદી કરવા આવેલા યુવાનને છાતી, પેટ, પીઠ અને હાથના ઉપરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ ઈમરાન શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કર્યો હતો ત્યારે પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં લીંબુ વેચાણ કરતાં ચાલુ થઈ તેના બે સાગરીતોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Comments
Post a Comment