ડાંગ જિલ્લામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપ વઘઈ મંડલની કાર્યશાળા યોજાઈ
ડાંગ જિલ્લામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપ વઘઈ મંડલની કાર્યશાળા યોજાઈ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ આજરોજ ડાંગ જિલ્લાના વઘઈ કૉમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મહત્વના અભિયાન એવા "લાભાર્થી સંપર્ક અભિયાન" અંતર્ગત વઘઈ મંડળના કુલ ૧૦૧બુથોમાં લાભાર્થીઓના સંપર્ક માટે જનાર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે કાર્યશાળાનું આયોજન થયું. જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિતની સૂચના અનુસાર યોજાયેલ આ કાર્યશાળામાં ભાજપ હોદ્દેદારો અને બુથ લેવલના કાર્યકર્તાઓએ ભાગ લીધો. ૧ માર્ચથી પ માર્ચ સુધી યોજાનાર આ અભિયાનમાં ૩૦ લાખથી વધુ ભાજપના કાર્યકરો દેશના ૬ કરોડથી વધુ લાભાર્થી પરિવારોના ૩૫ કરોડથી વધુ લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરશે અને તેમને વડાપ્રધાનની શુભેચ્છાઓ પણ પાઠવશે. જે અંતર્ગત લોકસભાની આગામી ચૂંટણી દરમિયાન ડાંગ જિલ્લાના લાભાર્થી મતદારોને મળી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી મળેલ લાભો, લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા, તેમને સાહિત્ય આપવું, તેમની સાથે આત્મીયતા કેળવવી અને બુથના પ્રશ્નો જાણવા સહિતની કામગીરી કરવા માટેનો ...