ધવલીદોડ ગ્રામપંચાયત બન્યું ભાજપમય

ધવલીદોડ ગ્રામપંચાયત બન્યું ભાજપમય ધવલીદોડ,કોટબા,ધૂળા અને ઘુબીટા ગામનાં પીઢ ૧૫૦ જેટલા કોંગ્રેસી કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ તા.૨૪/૨/૨૦૨૪ના રોજ,સમગ્ર ભારત દેશની વિકાશલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તાર નો પણ વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરે અને માંનનીય.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને સમગ્ર કોંગ્રેસી કાર્યકર્તાઓએ માજી સરપંચશ્રી સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ ભાજપ ભગવો ધારણ કાર્યો.જે કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખશ્રી કિશોરભાઇ ગાવિત,ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ,સંગઠન મહામંત્રીશ્રી હરિરામભાઇ સાવંત,જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ભરતભાઈ ભોયે,આહવા મંડળ પ્રમુખ શંકરભાઈ,સંગઠન ઉપપ્રમુખ દેવરામભાઈ પાલવા,આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલેશભાઇ વાઘમારે,પૂર્વ મહામંત્રીશ્રી રમેશભાઈ ગાંગુર્ડે,સોશિઅલ મિડિયા કન્વીનર જીગરભાઈ પટેલ,જિલ્લા આદિજાતિ મોરચા મહામંત્રી રાજેશભાઈ ભોયે,યુવા મોરચા મંડળ મહામંત્રી અમરદીપભાઈ તેમજ સર્વે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...