ડાંગ ભાજપ દ્વારા આહવા ખાતે નારી શક્તિ વંદન સંમેલન યોજાયું
ડાંગ ભાજપ દ્વારા આહવા ખાતે નારી શક્તિ વંદન સંમેલન યોજાયું
સરદાsર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ ભાજપ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે નારીશક્તિ વંદન અભિયાન અન્વયે વિવિધ એનજીઓ સાથે જોડાયેલ મહિલાઓની ઉપસ્થિતિમાં મહિલા એનજીઓ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં સખી મંડળ અને એનજીઓની બહેનોને અલગ અલગ કિટ્સ આપી સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.કેન્દ્રીય ભાજપની કાર્યસૂચિ મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપા દ્વારા નારી શક્તિ વંદન અભિયાન હેઠળ રાજ્ય વ્યાપી મહિલા સ્વયં સહાયતા સમુહ એનજીઓ સંપર્ક અભિયાનનો કાર્યક્રમ હાથ ધરાયો છે. જે કાર્યક્રમને લઈને જીલ્લા તાલુકામાં સખી મંડળ તેમજ એનજીઓ દ્વારા કાર્યરત બહેનો કે જેવો પાપડ,અથાણા, કટલરી, સિવણ, ડ્રેસ મટીરીયલ્સ, સહિત અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી રોજગારી મેળવતી મહિલાઓના કાર્ય સ્થળની મુલાકાત લઈ રોજગારી માટે સરકારની મદદ અંગે અભિપ્રાય, જરુરી સુચનો, રજુઆતો સાંભળી સંમેલનમાં બોલાવી તેઓનું સન્માન કરાયું હતું. જે કાર્યક્રમમાં ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવિત,કાર્યક્રમના ઇન્ચાર્જ અને મહામંત્રી હરિરામભાઈ સાવંત,મહામંત્રી દિનેશભાઈ,મહિલા મોરચા પ્રમુખ સુમનબેન દળવી,સંગઠન ઉપપ્રમુખ રણજીતાબેન પટેલ,મહિલા મોરચાના મહામંત્રીઓ,જિલ્લા પંચાયતના ચેરમેનો,સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ,સંગઠનના પદાધિકારીઓ,જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો,crp,vo,clf ના પ્રમુખશ્રીઓ,સખી-મંડળના બહેનો સર્વે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા મહિલાઓ માટે કરાયેલા વિવિધ હિતકારી નિર્ણયો અને કાર્યરત યોજનાઓ અંગે છણાવટ કરી હતી. ઉપસ્થિત વિવિધ એનજીઓની મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં નોંધપાત્ર રીતે થઈ રહેલ મહિલા ઉત્કર્ષના કાર્યોને બિરદાવી પ્રધાનમંત્રી અને ભાજપાને સમર્થન દર્શાવ્યું હતું.
સરદાsર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ

Comments
Post a Comment