વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર
વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા જિલ્લા પંચાયત પશુપાલન શાખા આહવાના સહયોગથી, વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ એમ.ગાવિતની અધ્યક્ષતામાં, પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમા પશુપાલકોને નફાકારક પશુપાલન કરવા પર ભાર મુકવામા આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ.સાગર પટેલ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, ડૉ. દિવ્યાબેન ચૌધરી દ્વારા ગાય/ભેંસ મા વિયાણ બાદ જોવા મળતી સમસ્યાના નિવારણ, તથા ડૉ. સુનિલભાઈ કુંવર દ્વારા પશુઓમા રસીકરણ અંગેની વિસ્તૃત જાણકારી પશુપાલકોને આપવામા આવી હતી.
આ શિબિરમાં વઘઈ તાલુકાનાં જુદા જુદા ગામોમાથી ૩૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ શિબિરમાં વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતિ વનિતાબેન કે. ભોયે, તાલુકા સદસ્ય શ્રીમતિ દક્ષાબેન એસ.બંગાળ, શ્રી પાઉલભાઈ એસ. ગામિત, શ્રી બળવંતભાઈ દેશમુખ, વઘઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ સીંધુબેન ભોયે, પશુઅધિકારીશ્રીઓ, તથા પશુધન નિરીક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા.

Comments
Post a Comment