ડાંગ જિલ્લાના રૂ.૬૦૦ લાખની કિંમતના બીજા ૧૯ ગ્રામીણ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર

ડાંગ જિલ્લાના રૂ.૬૦૦ લાખની કિંમતના બીજા ૧૯ ગ્રામીણ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર ગ્રામીણજનોની લાગણી અને માંગણી પ્રત્યે રાજ્ય સરકારે સહાનુભૂતિ દર્શાવી છે - નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વધુ ૧૯ જેટલા માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી, જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારના વાહન ચાલકો અને પ્રજાજનોની માંગણીને વાચા આપતા, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા, સરકાર કક્ષાએથી ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ખાસ મારામત સદર હેઠળ ૧૫ જેટલા માર્ગો, અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બીજા ચાર જેટલા માર્ગો મળી કુલ-૧૯ માર્ગોના કામો મંજુર કરાવ્યા છે. ધારાસભ્યશ્રી તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં (૧) બરડા-ખાજૂર્ણા રોડ, (૨) ઝરણ ગામે આંતરિક રસ્તાનું કામ, (૩) પીપલપાડા ગ્રામ્ય માર્ગ, (૪) હનવતચોંડ ગામે સ્મશાનભૂમિ તરફ જતા રસ્તાનું કામ, (૫) ચિકાર તળાવ ફળિયા રોડ, (૬) ભવાનદગડ ગ્રામ્ય રોડ, (૭) ખાતળ ફાટક માછળી રોડ, (૮) માલેગામ ગ્રામ્ય રોડ, (૯) ચનખલ વી.એ. રોડ (૧૦) દિવાનટેબ્રુન વી.એ. રોડ (૧૧) પિંપરી ગ્રામ્ય રોડ (૧૨) ચીકટિયા સ્મશાનભૂમિ રોડ, (૧૩) લિંગા કુંભારિયા રોડ, (૧૪) વનાર વી.એ.રોડ, તથા (૧૫) ખડકવહળી વી.એ. રોડ, મળી કુલ-૧૫ જેટલા ગ્રામ્ય માર્ગો કે જેની કુલ લંબાઈ ૧૯.૯૦ કિલોમીટર, અને અંદાજીત રકમ રૂ.૫૦૦ લાખ જેટલી થવા જાય છે, તે સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ખાસ મરામત (૩૦૫૪) સદરે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સને ૨૦૨૩-૨૪ દરમિયાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત (૧) ઘોડી ઉપલા ફળિયામાં ગ્રામ્ય રોડ, (૨) આહેરડી ઉપલા ફળિયા રોડ, (૩) બોરપાડા-બોંડાર ફળિયા ખાતે રસ્તાનું કામ, તથા (૪) આંબાપાડા-આહેરડી ગ્રામ રસ્તાનું કામ મળી કુલ બે કિલોમીટરની લંબાઈના ૪ માર્ગો રૂ. ૧૦૦ લાખના ખર્ચે મંજુર કરી, જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. આમ, ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનો માટે ખૂબ જ ઉપયોગી એવા આ ગ્રામીણ માર્ગો મંજૂર કરીને, રાજ્ય સરકારે અહીંના પ્રજાજનોની લાગણી અને માંગણી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે, તેમ નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે એક ટેલીફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું. -

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...