ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતેથી રામલલ્લાના દર્શન માટે અયોધ્યા ગયેલા ભક્તો પરત ફરતાં વઘઇ ખાતે સ્વાગત કરાયું.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતેથી રામલલ્લાના દર્શન માટે અયોધ્યા ગયેલા ભક્તો પરત ફરતાં વઘઇ ખાતે સ્વાગત કરાયું.
સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ
અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ ૨૨ જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની કલાત્મક પ્રતિમાનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બાદ તમામ રામ ભક્તો માટે રામલલ્લાના દર્શન શરૂ કરાતાં અયોધ્યા દર્શન માટે વલસાડ ડાંગ લોકસભા બેઠકના રામ ભક્તો માટે અયોધ્યા સ્પેશ્યલ આસ્થા ટ્રેન વાપી અને વલસાડ, વ્યારાથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.ડાંગ જિલ્લામાંથી પણ રામલલ્લાના દર્શન કરવા યુવા રામ ભક્તો અયોધ્યા પહોંચ્યા હતા અને રામ ભગવાનના દર્શન કરી તમામે ધન્યતા અનુભવી હતી. અયોધ્યા ખાતેથી તમામ ભક્તો દર્શન કરી પરત ફરતાં વઘઇના રામ ભક્તોનું વઘઇ ખાતે અંબા માતાજીના મંદિરે વઘઈના મયુર પટેલ, ધર્મેશ પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહી રામ ભક્તોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Comments
Post a Comment