વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે વન પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલના હસ્તે 'ડાંગ મિલેટસ કાફે'નો શુભારંભ કરાયો
વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે વન પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલના હસ્તે 'ડાંગ મિલેટસ કાફે'નો શુભારંભ કરાયો સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ સ્થિત બોટાનીકલ ગાર્ડન ખાતે, રાજય વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે “ડાંગ મિલેટ્સ કાફે” નો શુભારંભ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ વર્ષ-2023ને મીલેટસ વર્ષ ઘોષિત કર્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 'વઘઈ પરિસરિય પ્રવાસન વિકાસ સહકારી મંડળી' ના નેજા હેઠળ બોટાનિકલ ગાર્ડન ખાતે મહિલાઓ સંચાલિત મીલેટસ બેકરીની શરૂઆત કરવામા આવી છે. અહિ બનાવવામા આવતી મિલેટસ આધારિત વાનગીઓ સાપુતારા આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી થશે. તેમજ આવનાર સમયમા ડાંગ સહિત ગુજરાતના અન્ય આદિવાસી જિલ્લાની મિલેટસ વાનગીઓને, રાજ્ય સરકાર ગુજરાતના દરેક શહેર સુધી પહોચાડવા માટે પ્રયત્નશીલ છે. જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વઘઇ બોટાની...