ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ સંગઠન હોદ્દેદારો અને કાર્યકરોને સાંભળ્યા
ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પુરી થતા આગામી 2.5 વર્ષ માટે દાવેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના આહવા જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતોના પ્રમુખની 2.5 વર્ષની મુદ્દત પુરી થતા રોટેશનની નિતી અનુસાર, નવા પ્રમુખ તથા ઉપ પ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ માટે એસ.ટી. (મહિલા) સીટ રિઝર્વ છે જેમાં પાંચ મહિલા સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્રણ તાલુકા મા સુબિર તાલુકા પંચાયત માટે એસ.ટી. (મહિલા) સીટ સહિત આહવા અને વઘઇ તાલુકા પંચાયતો માટે એસ.ટી. ઉમેદવાર માટે બેઠકો જાહેર કરવામાં આવી છે. ભાજપ પ્રદેશમાંથી સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકો ને મોકલવામાં આવ્યા હતા જેઓ એ આહવા સરકીટ હાઉસ ખાતે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી ૧૪ મી તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખોની વરણી કરવામાં આવશે જેઓ ૧૭ સપ્ટેમ્બર ના રોજ તેમનો કાર્યભાર સંભાળશે.
Comments
Post a Comment