ડાંગ ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો એ કમલમ ખાતે આધુનિક ટેકનોલોજી ડીજીકનેક્ટ સેલ્ફી પોર્ટલ નો ઉદ્ધાટન કાર્યક્રમ આહવા ખાતે લાઈવ નિહાળ્યો

ડાંગ ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો એ કમલમ ખાતે આધુનિક ટેકનોલોજી ડીજીકનેક્ટ સેલ્ફી પોર્ટલ નો ઉદ્ધાટન કાર્યક્રમ આહવા ખાતે લાઈવ નિહાળ્યો 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર પાટીલ સાહેબના વરદ હસ્તે પ્રદેશ કાયાઁલય  શ્રીકમલમ ખાતે થી તમામ જીલ્લા  અને મહાનગરના કાર્યકરતા સાથે DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે,
જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી પોર્ટલની મદદથી કાર્યકર્તાઓ પ્રદેશ કે જીલ્લા કાર્યક્રમનું ગ્રાફિક્સ પોતાનાં નામ અને ફોટોગ્રાફ સાથે બનાવી શકશે, આ પહેલથી કાર્યક્રમો અને મહત્વની માહિતી તેમજ સૂચના એક સાથે તમામ જગ્યાએ પહોંચી શકશે.સતત લાઈવ સંપકઁ રહે એવી આધુનિક ટેકનોલોજી ડીજીકન્કટ કાયાઁલય નો શુભારંભ કરાવ્યો હતો જેના સંદર્ભ માં ડાંગ જીલ્લા ભાજપ કાયાઁલય  ખાતે  જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત , જીલ્લા મહામંત્રી શ્રી હરીરામભાઈ સાવંત, ઉપપ્રમુખશ્રી ધર્મેશભાઈ પટેલ, રંજીતાબેન પટેલ, મંત્રી શ્રી પાંડુભાઈ ચૌધરી, યોગીતાબેન બાગુલ,સરલાબેન સોલંકી, મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી,આહવા મંડલના પ્રમુખશ્રી શંકરભાઈ પવાર,આઈ. ટી. સેલના ઇન્ચાર્જ ગિરીશભાઈ મોદી સહ ઇન્ચાર્જ મયુરભાઈ પટેલ, મેરીશભાઈ પવાર સહિત જીલ્લા હોદ્દેદારશ્રીઓ, જીલ્લા ના મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડલ ના હોદ્દેદારો આ કાયઁક્રમને લાઈવ નિહાળ્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...